હાલમાં સોશિયલ મીડિયા પર બાયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે બોલીવૂડ ફિલ્મો પર એક પછી એક એમ નિશાન સાધવામાં આવી રહ્યું છે. જે ફિલ્મો રિલીઝ થાય છે તે થિયેટરમાં સારું પ્રદર્શન કરી શકતી નથી ત્યારે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મનું નામ જોડાઈ ગયું છે. અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર થેંક ગોડનું ટ્રેલર રિલીઝ થયા બાદ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મની વાર્તા દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. છત્તીસગઢના રાયપુરના લોકોએ આ ફિલ્મને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તના રૂપનું અશ્લીલ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે, જે બેહદ શર્મસાર કરે છે. ફિલ્મના ટ્રેલરમાં અર્ધનગ્ન સ્ત્રી સાથે ચિત્રગુપ્ત ભગવાનને ડાન્સ કરતાં દર્શાવવામાં આવ્યા હોવાથી કાયસ્થ સમાજના લોકોએ વાંધો ઉઠાવ્યો છે. જે બાદ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Google search engine