CJI DY ચંદ્રચુડે ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ અને અરવિંદ કુમારને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધીને હવે 34 થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ રાજેશ બિંદલ અને અરવિંદ કુમારની નિમણૂકને મંજૂરી આપી હતી.
હાલમાં જસ્ટિસ બિંદલ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અને જસ્ટિસ કુમાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી રહ્યા હતા.