Homeઆમચી મુંબઈકાર ચોર્યા પછી રસ્તામાં નાસ્તો કરવા ઊતરેલો ચોર પોલીસને હાથ લાગ્યો

કાર ચોર્યા પછી રસ્તામાં નાસ્તો કરવા ઊતરેલો ચોર પોલીસને હાથ લાગ્યો

થાણે: ટિટવાલા પરિસરમાંથી કાર ચોર્યા પછી રસ્તામાં નાસ્તો કરવા ઊભા રહેલા બેમાંથી એક ચોરને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સોનુ સિંહ બાબરિયા તરીકે થઈ હતી. બાબરિયાનો સાથી કુલદીપ સિંહ ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. મળતી માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ ટિટવાલાથી એક કાર ચોરાઈ હતી. આ કેસમાં ટિટવાલા પોલીસે વિવિધ સ્થળેના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. એક ફૂટેજમાં ચોરીની કાર રસ્તાને કિનારે પાર્ક કરી ભૂરજી ખાવા ઊતરેલા બે શકમંદ નજરે પડ્યા હતા. ફૂટેજને આધારે પોલીસે તપાસ કરતાં કાર ૧૪ વખત વેચવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ૧૪મા માલિક કુલદીપ સિંહની શોધમાં પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે બાબરિયા હાથ લાગ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ વસઈ અને જળગાંવમાં હત્યા અને લૂંટના ગુના નોંધાયેલા હોવાનું જણાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular