મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં સ્થિત મહાલક્ષ્મી મંદિર પાસે મુંબઈ-અમદાવાદ હાઈવે પર આજે સવારે લગભગ 4.40 વાગ્યે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બસ સાથે કાર અથડાતાં કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે,જેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર કાર ગુજરાતથી મુંબઇ જઇ રહી હતી ત્યારે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. વાહનચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સામેથી આવી રહેલી બસ સાથે અથડાઈ હતી. આકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. કારને બસની નીચેથી બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર ચારેય વ્યક્તિના મોત થયા હતા. આ ચારેય મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. લક્ઝરી બસના ડ્રાઈવર સહિત ત્રણ ઘાયલોની કાસા ઉપ-જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત, કાર-બસની ટક્કર; 4ના મોત
RELATED ARTICLES