માટુંગામાં મંગળવારે સવાર સવારમાં બર્નિંગ કાર, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નહીં

69

મુંબઈઃ મંગળવારે સવારના ધસારાના સમયે માટુંગા બ્રિજ પર એક કારમાં આગ ફાટી નીકળી હતી. સવારે નોકરી-ધંધે જવા નીકળેલા મુંબઈગરાઓ બ્રિજ પર આ બર્નિંગ કાર જોઈને ગભરાઈ ગયા હતા.
કારમાં આગ લાગવાની ઘટનાને કારણે આશરે અડધો પોણો કલાક સુધી બ્રિજ પર વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. સદ્ભાગ્યે કારચાલક કારમાં આગ લાગી એ પહેલાં જ બહાર કૂદકો માર્યો હતો અને તેને કારણે તેનો જીવ બચી ગયો હતો. કારચાલક કારમાંથી બહાર આવ્યો એની થોડીક ક્ષણોમાં જ કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બ્રિજ પરથી જ પસાર થઈ રહેલાં પ્રવાસીઓએ અગ્નિશામક દળને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી.
માહિતી મળતાં જ અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝવવાના પ્રયાસો શરુ કરી દીધા હતા. આગ બૂઝાય ત્યાં સુધી માટુંગા બ્રિજ પર થોડાક સમય માટે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ દ્વારા વાહનવ્યવહાર નિયંત્રિત કરવામાં આવ્યો હતો. આગ બૂઝાઈ ગયા બાદ કારને સાઈડમાં કરવામાં આવી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.
માટુંગા બ્રિજ પર જે કારમાં આગ લાગી એ કાર કોની હતી, તેનો માલિક કોણ છે એ બાબતની માહિતી પોલીસ મેળવી રહી છે, દરમિયાન આગ ચોક્કસ કયા કારણસર લાગી એની તપાસ પણ કરવામાં આવી રહી છે. આગનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતાં મુંબઈગરાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!