Homeસ્પોર્ટસ...તો ‘કેપ્ટન કુલ’ની થશે ‘ઘરવાપસી’

…તો ‘કેપ્ટન કુલ’ની થશે ‘ઘરવાપસી’

 

રાહુલ દ્રવિડની જવાબદારી ઘટાડી શકાય…

ટ્વેન્ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની શરમજનક હાર પછી ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફાર કરી શકાય છે, જે અંતર્ગત ‘કેપ્ટન કુલ’ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની કમબેક કરી શકે છે.

એક અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ કરતા પણ મોટું પદ મળી શકે છે. રાહુલ દ્રવિડના કોચિંગના વર્કલોડને ઘટાડવાના ભાગરૂપે તેની કોચિંગની જવાબદારી ઘટાડી શકાય છે, જે અંતર્ગત બીસીસીઆઈ ધોનીને ‘ડાયરેક્ટર ઑફ ક્રિકેટ’ તરીકે નિમણૂક કરી શકે છે, એમ બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું.

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની તરીકે વનડે અને ટવેન્ટી મેચ એમ એક-એક વખત વર્લ્ડ કપમાં જીત અપાવી હતી. 2007માં ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં વિજય અપાવ્યો હતો ત્યાર બાદ ટીમ ઈન્ડિયાને ધોનીએ સુકાનીપદે 2011માં વનડેના વર્લ્ડકપમાં વિજય અપાવ્યો હતો, જ્યારે 2013માં પણ બીસીસીઆઈ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીના સુકાનીપદ હેઠળ 2009માં દુનિયાની નંબર વન ટીમ બનવાનું શ્રેય મળ્યું હતું.

વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટ્સને કઈ રીતે જીતાડવી એનો ધોનીને અનુભવ છે, ત્યારે ધોનીના અનુભવનો સૌથી વધારે ફાયદો લઈ શકાય તેની બીસીસીઆઈની યોજના છે. ખાસ કરીને 2023ના વનડે વર્લ્ડકપ પૂર્વે ભારતીય ટીમને મજબૂત સુકાન મળે તે જરૂરી છે. આગામી વર્ષે ભારતમાં વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે ત્યારે તેના પૂર્વે મહત્ત્વનો નિર્ણય લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે પંદરમી ઑગસ્ટ, 2020ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીએ સંન્યાસ લીધો હતો.

RELATED ARTICLES

Most Popular