પંજાબની રાજનીતિ: કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં વિલય કરશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ લંડનથી પરત ફર્યા બાદ ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી, ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ કરવા જઈ રહી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા એટલે કે ગયા વર્ષે અમરિંદર સિંહે એક નવી પાર્ટી બનાવી હતી. કેપ્ટનની ઉંમર 80 વર્ષની છે અને આવા વ્યક્તિને ભાજપમાં ટિકિટ આપવામાં આવતી નથી, તેથી જ કેપ્ટન અમરિંદરે અલગ પાર્ટી બનાવી છે.
અમરિંદર સિંહ આવતા અઠવાડિયે સર્જરી કરાવીને લંડનથી પરત ફર્યા બાદ તેમના નામ પર અંતિમ મહોર લગાવવામાં આવી શકે છે. તેઓ કરોડરજ્જુની સર્જરી કરાવવા લંડન ગયા હતા. તેમની સર્જરી સફળ રહી હતી. ગયા વર્ષે અમરિન્દર સિંહે કોંગ્રેસ છોડ્યા બાદ કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્ય મંત્રી સુનીલ જાખર સાથે અન્ય ચાર નેતાઓ – રાજકુમાર વેરકા, સુંદર શ્યામ અરોરા, બલબીર સિંહ સિદ્ધુ અને ગુરપ્રીત સિંહ – તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા.
નોંધનીય છે કે ભૂતકાળમાં પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. પાર્ટીના વિલય બાદ કેપ્ટન અમરિંદર સિંહને નવી ઓફર મળી શકે છે. અહેવાલો અનુસાર, ઉપરાષ્ટ્રપતિ પદ માટે કેપ્ટન અમરિંદર સિંહનું નામ સામે આવી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.