શું સ્ત્રીઓ ઓર્ગેઝમ વગર જિંદગી વિતાવી શકે?

લાડકી

કેતકી જાની

સવાલ: આ કોલમમાં ‘સ્ત્રીઓમાં ઓર્ગેઝમ’ વિશે ઘણી માહિતી મળી છે. પરંતુ બહેન મારે એ પૂછવું છે કે શું સ્ત્રીઓ ઓર્ગેઝમ વગર જિંદગી વિતાવી શકે? સ્ત્રીએ પોતે ઓર્ગેઝમ મેળવવા શું કરવું જોઇએ? ઓર્ગેઝમ વિશે ખરેખર સ્ત્રીઓને વધુ માહિતી મળવી જોઇએ તેમ મારું માનવું છે. તેના વિશે લખાશે, ચર્ચા થશે તો જ સામાન્ય સ્ત્રી આ માટે વિચારી શકશે ને? ઓર્ગેઝમથી જોડાયેલાં તથ્યો વિશે પ્લીઝ જાણકારી આપજો.
જવાબ: ઘણા બધા પ્રશ્ર્નો લાઇનમાં હોવા છતાં ગયા સપ્તાહની ઇંટરલિંકે જોડતો આ પ્રશ્ર્ન આજે પસંદ થયો છે. ગત ગુરુવારે જ ઓર્ગેઝમ વિશે જાણ્યું, કે તે શું છે? આજે તેની આસપાસ વીંટળાયેલાં તથ્યોની વાત કરીશું. જેનાથી મળતી ખુશી અતુલનીય છે, તે ખુશી માટે કોઇપણ સ્ત્રી શું કામ તરસે? તેવો પ્રશ્ર્ન આ વાંચનાર દરેકને થવો સહજ છે. જવાબ છે કે ઘરની સ્ત્રી એટલે પત્ની પરત્વે, તેની ખુશી પ્રત્યે. બેદરકાર પુરુષ-પતિ.
આજે ય બહુતાશ પુરુષો સેક્સ સંબંધે પત્નીની નહીં, પોતાની અનુકૂળતા, મૂડ વગેરેને પ્રાધાન્ય આપે છે. લાજના ઘરેણા નીચે દબાયેલ સ્ત્રી સેક્સ કરવા માટે આડકતરો ઇશારો સુદ્ધાં કરે તો તે ચરિત્રહીન ગણાઇ જાય તેવી દહેશતની તલવાર હરહંમેશ લટકતી હોય છે, માટે સ્ત્રી તેના માટે આગળ વધી શકતી નથી. સામાન્યત: તેનો માનસિક સ્તર ઘરની ઇજજત ધોવાઇ ના જાય તેના કારણે, તેવા ભયના ઓથાર નીચે કચડાયેલું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ ઉપરાંત સંભોગ દરમિયાન થતું દર્દ ઘણી સ્ત્રીઓ માટે અસહનીય હોય જે ઓર્ગેઝમ થવાની શારીરિક ક્રિયા માટે બાધક બને છે.
ઘણી સ્ત્રીઓમાં સેક્સની ઇચ્છાનો અભાવ મતલબ કામોત્તેજના ના હોવી તેને ઓર્ગેઝમથી વંચિત રાખે. આ માટે ઘણાં બધાં મતલબ શારીરિક-માનસિક-આર્થિક-સામાજિક જવાબદારીઓ જેવાં કારણો કારણભૂત હોઇ શકે અને આ માટે પણ માત્ર સ્ત્રી જ દોષી હોય તેમ માનવું ભૂલભરેલું છે.
પુરુષે તેને આપવાની હોય તેવી તમામ સગવડ, હૂંફ, સલામતી વિશ્ર્વાસ વગેરેનું સંબંધમાં આરોપણ ના કર્યું હોય ત્યારે પણ આવા સંજોગો નિર્માણ થાય કે સ્ત્રીને તે પુરુષ પ્રત્યે પ્રેમ જ ના હોય જેને લીધે તેનામાં કામોત્તેજના ના હોય. હાર્મોનલ અસમતુલા અમુક અંશે કારણભૂત હોય છે. આ માટે માનસિક સ્ટ્રેસ ભરેલી જિંદગી ઓર્ગેઝમ સમૃદ્ધ જાતીય જીવનની દુશ્મન છે. નિયમિત રીતે કોઇ રોગ માટેની દવા ગળતી સ્ત્રીઓ માટે ઓર્ગેઝમ સુધી પહોંચવું મુશ્કેલ બને છે. સેક્સ દરમિયાન ફૉર પ્લે ના કરતા કપલમાં સ્ત્રીઓ ઓર્ગેઝમ સુધી પહોંચે તે પહેલાં પુરુષનું વીર્ય અવલન થઇ જાય તેવા સંજોગોમાં સ્ત્રીએ કલીટોરલ કે ર્જીસ્પાટ ઓર્ગેઝમનો સહારો લેવો જોઇએ. ઓર્ગેઝમના સ્ત્રીઓને ઘણાં હેલ્થ સંબંધિત ફાયદાઓ થાય છે જે દરેક સ્ત્રીએ જાણવા જ જોઇએ. યૌનાંગમાં રક્તસંચાર વધવાથી તે બધા જ ભાગ સુદૃઢ થાય છે. મહિલાઓની ફળદ્રુપતા વધે છે, કેમ કે આના કારણે જે સ્ટ્રેસ રિલીઝ થાય તેને લીધે હાઇપોથેલમસ ગ્લૅન્ડ ઉત્તેજિત થઇ શરીરની રીપ્રોડક્ટિવ સિસ્ટમમાં હાર્મોન્સના સંચારને વધારે છે. જે ઓવેલ્યુશન અને સર્વાઇક્લ ફલુઇડને મદદ કરે છે.
સ્ત્રીમાં હેપ્પી હાર્મોન્સને વધારનાર તત્ત્વ છે. સ્ત્રી શરીરમાં ઓર્ગેઝમને કારણે નવચૈતન્ય આવે છે, જે આખા શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત કરે છે. શરીરમાં ઇન્ફેક્શન કે અન્ય કોઇ કારણે દુ:ખાવો હોય તો તે સહન કરવાની તાકાત સુદ્ધાં આ શારીરિક પ્રક્રિયાને કારણે વધે છે.
સ્ત્રીઓ માટે એન્ટિ એજિંગ એજન્ટ સાબિત થાય તેટલું પ્રભાવકારી તત્ત્વ છે.
લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેનાર સ્ત્રીઓને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં ખૂબ વાર લાગે છે, માટે ગાયનેક સાથે આ અંગે ચર્ચા કરવી જોઇએ. સ્ત્રી ઓર્ગેઝમ વગર પણ બાળકોને જન્મ આપી શકે છે. તેથી જ કદાચ આ અંગે વિચારવિમર્શ થતાં નથી.
વિચારો કે ઓર્ગેઝમ થાય તો જ ગર્ભ રહી શકે, તેવી કુદરતી વ્યવસ્થા હોત તો? પણ અફસોસ તેવું નથી તેથી સ્ત્રીઓ કદી ઓર્ગેઝમ સુધી પહોંચ્યા વગર બહુતાંશ જ જિંદગી ગુજારે છે, અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.