Homeટોપ ન્યૂઝવાત કરતી વખતે ફોનમાં આવે છે આવો અવાજ? થઈ જાવ સાવધાન

વાત કરતી વખતે ફોનમાં આવે છે આવો અવાજ? થઈ જાવ સાવધાન

આપણે બધા જ આખા દિવસ દરમિયાન અનેક વખત ફોન પર વાતો કરીએ છીએ, પણ આપણે માત્ર સામેવાળી વ્યક્તિની વાત સાંભળવા પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ઘણી વખત આપણને બેકગ્રાઉન્ડમાં વિચિત્ર સાઉન્ડ કે બીપનો અવાજ સંભળાય છે, પણ આપણે એ તરફ દુર્લક્ષ કરીએ છીએ. પરંતુ આ બેધ્યાનપણું આપણા માટે જોખમી સાબિત થઈ શકે છે, આવો જાણીએ આ બીપના કે વિચિત્ર અવાજ આવવાનું કારણ શું હોઈ શકે…
બીપ કે અલગ પ્રકારનો અવાજ જો સતત કોલ પર બેકગ્રાઉન્ડમાં આવતો હોય તો તમારે ચેતી જવાની જરુર છે, કારણ કે આનો અર્થ એ છે કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. ગૂગલ દ્વારા પણ કોલ રેકોર્ડિંગ માટેની થર્ડ પાર્ટી એપને થોડાક સમય પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે કોઈ પણ વ્યક્તિ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીને તમારા કોલ્સ રેકોર્ડ નહીં કરી શકે. આવા સંજોગોમાં કોલ રેકોર્ડ કરવા ઈચ્છનાર વ્યક્તિએ કોલ રેકોર્ડિંગ માટે ફોનમાં આપવામાં આવેલા ઈનબિલ્ટ ઓપ્શનનો જ ઉપયોગ કરવો પડશે.


જ્યારે ઈનબિલ્ટ કોલ રેકોર્ડિંગનો ઓપ્શન ઓન કરવામાં આવે છે ત્યારે સામેવાળી વ્યક્તિને તરત જ એની જાણ થઈ જાય છે. પણ ઘણી વખત એવું બને છે કે સામેવાળી વ્યક્તિ આપણો કોલ રેકોર્ડ કરે છે, પણ એની આપણને જાણ જ નથી થતી. પણ આ બાબતની માહિતી મેળવી શકાય છે. બસ તમારે આ નાની નાની વાતોનું રાખવું પડશે ધ્યાન-
કોલ દરમિયાન આવી રહેલાં બીપના સાઉન્ડ પર ધ્યાન આપો. જો તમને બીપ-બીપનો અવાજ સંભળાતો હોય તો સમજી જાવ કે તમારો કોલ રેકોર્ડ ચલાવે છે. કોલ રીસિવ કર્યાના લાંબા સમય બાદ પણ બીપનો અવાજ આવે છે તો એ પણ કોલ રોકોર્ડિંગની દિશામાં ઈશારો કરે છે.
નવા એન્ડ્રોઈડ યુઝર્સે બહુ ચિંતા કરવાની જરુર નથી, કારણ કે એમાં કોલ રેકોર્ડિંગનું ફીચર ઓન કરતાં જ તમને એનું નોટિફિકેશન આપવામાં આવે છે અને એલર્ટ કરવામાં આવે છે. જો કોલ પર બીપ-બીપના બદલે બીજા કોઈ પ્રકારનો પણ સાઉન્ડ બેકગ્રાઉન્ડમાં આવતો હોય તો પણ તમારે ચેતી જવાની જરુર છે, કારણ કે આ સંકેત પણ કોલ રેકોર્ડિંગની દિશામાં જ ઈશારો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular