કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ ‘બળવાની દુર્ગંધ’ આવતા હંગામો મચી ગયો, મસ્કત તરફ વાળવામાં આવી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતીય એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ફરી એકવાર એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીનો મામલો સામે આવ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA ) એ જણાવ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટની દુબઈ જતી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી બાદ મસ્કત તરફ વાળવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઈન્ડિયન એરલાઈન્સના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ શારજાહથી હૈદરાબાદ જઈ રહી હતી. ઈન્ડિયન ઈન્ડિગો એરલાઈન્સ ફ્લાઈટના કેપ્ટને ઈમરજન્સી લેન્ડિંગ માટે કરાચી એર ટ્રાફિક કંટ્રોલ પાસે પરવાનગી માંગી હતી, ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 180 મુસાફરો સવાર હતા. ફ્લાઇટમાં સવાર તમામ ભારતીય મુસાફરોને કરાચી એરપોર્ટના ટ્રાન્ઝિટ લાઉન્જમાં ખસેડવામાં આવ્યા હતા.
અગાઉ, એરક્રાફ્ટના એક એન્જિનમાં વાઇબ્રેશન જોવા મળ્યા બાદ સાવચેતીના પગલારૂપે 14મી જુલાઈએ ઈન્ડિગોની દિલ્હી-વડોદરા ફ્લાઈટનો રૂટ જયપુર તરફ વાળવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) બંને ઘટનાઓની તપાસ કરી રહી છે. ઈન્ડિગોની હરીફ એરલાઈન સ્પાઈસજેટ હાલમાં ડીજીસીએના સ્કેનર હેઠળ છે. ડીજીસીએએ 6 જુલાઈએ સ્પાઈસ જેટને 19 જૂનથી ટેકનિકલ ખામીની ઓછામાં ઓછી આઠ ઘટનાઓ બાદ કારણ દર્શક નોટિસ મોકલી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.