Homeઆપણું ગુજરાતIIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કેડિલાના પંકજ આર પટેલની નિમણૂક

IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કેડિલાના પંકજ આર પટેલની નિમણૂક

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ(IIM-A)એ આજે બોર્ડ ઑફ ગવર્નર્સના નવા અધ્યક્ષ તરીકે પંકજ આર પટેલની નિમણૂકની જાહેરાત કરી છે. પંકજ પટેલ કુમાર મંગલમ બિરલાનું સ્થાન લેશે, જેમણે મંગળવારે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી પંકજ પટેલ IIM-Aના 14મા અધ્યક્ષ બનશે.
અબજોપતિ બિઝનેસમેન પંકજ પટેલ ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ તેમણે પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.
અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પહેલા પંકજ પટેલ આઠ વર્ષથી IIM-A બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય હતા. પંકજ પટેલે 100 થી વધુ સંશોધન પેપર પ્રકાશિત કર્યા છે અને 64 થી વધુ પેટન્ટમાં સહ-સંશોધક છે.
ભારતમાં હેલ્થકેર ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ પંકજ પટેલને આચાર્ય પીસી રે મેમોરિયલ ગોલ્ડ મેડલ એવોર્ડ સાથે અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે.

RELATED ARTICLES

Most Popular