મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળના વિસ્તરણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે નવા સમાચાર મળ્યા છે. મળતી માહિતી અનુસાર શિંદે સરકારનું કેબિનેટ એક્સપાન્શન આવતી કાલે એટલે કે મંગળવારે થાય તેવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા માટે તેમના સરકારી નિવાસસ્થાન નંદનવન પહોંચ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ફડણવીસે જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ પહેલા પ્રધાનમંડળનું વિસ્તરણ થઈ જશે. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલે પણ તાજેતરમાં જણાવ્યું હતું કે 11 ઓગસ્ટ પહેલા શિંદે સરકારના પ્રધાનમંડળનો વિસ્તાર થઈ જશે. જોકે, સૂત્રોએ જણાવ્યું છે કે નવ ઓગસ્ટ સુધીમાં કેબિનેટ એક્સપાન્શન થાય તેવી શક્યતા છે અને પ્રધાનમંડળમાં 20થી વધુ નેતાઓ પ્રધાનપદના શપથ લે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Google search engine