તારંગા હિલ-અંબાજી-આબુને રેલ નેટવર્કથી જોડવામાં આવશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્રીય પ્રધાન મંડળે તારંગા હિલ- અંબાજી- આબુને રેલવે નેટવર્કથી જોડવાને મંજૂરી આપી દીધી છે. 116 કિ.મી. લાંબી આ રેલવે લાઇનનું કામ ચાર વર્ષમાં પૂરુ કરવામાં આવશે. આ યોજના પર 2798 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજનાનું 2016-27 સુધીમાં પૂરું થઇ જશે.
કેન્દ્રીય પ્રધાન અનુસાર આબુ, અંબાજી અને તારંગાને રેલવે નેટવર્કથી જોડવાની માંગ લાંબા સમયથી થઇ રહી હતી. આબુ, અંબાજી અને તારંગા આ ત્રણેય પ્રમુખ તીર્થ સ્થળ છે, જયાં મોટી સંખ્યામાં લોકો આવે છે. કેબિનેટના નિર્ણય અનુસાર આ ત્રણેય સ્થળોને રેલવે નેટવર્કથી જોડવામાં આવશે.
આ યોજનાથી મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળશે. અંબાજી ભારતનું એક આધ્યાત્મિક કેન્દ્ર અને સૌથી પ્રાચીન શક્તિપીઠ છે. દેશભરમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવે છે. આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ ખાતે અજીતનાથ જૈન મંદિર અને તારંગા હિલ ખાતે આવેલા તીર્થસ્થળની પણ નજીક છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.