Modi Cabinet દ્વારા લેવામાં આવ્યો મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ BSNLના રિવાઈવલ માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજની મંજૂરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મોદી કેબિનેટે આજે એટલે કે બુધવારે BSNL ના રિવાઈવલ પેકેજને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 1.64 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા 2019માં પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. BSNL અને ભારત બ્રોડબેંક નેટવર્ક લિમિટેડના વિલીનીકરણને મંજૂરી આપવામાં આવી છે. સરકાર BSNLને ફોરજી સેવામાં પરિવર્તિત કરશે. આ માટે સરકાર બીએસએનએલને સ્પેક્ટ્રમ ફાળવશે. બીજા નિર્ણય અંતર્ગત ગામડાઓમાં કનેક્ટિવિટી પહોંચાડવા માટે આજે 26,316 કરોડના પેકેજની મંજૂરી આપવામાં આવી છે. જે ગામમાં ટુજી છે ત્યાં ફોરજી સર્વિસ પહોંચાડવામાં આવશે. આ પેકેજને કારણે 25,000 ગામને ફાયદો થશે. પૂર્વ લદ્દાખમાં પણ ફોરજી સર્વિસ ઈન્સ્ટોલ કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.