પીએમ મોદીએ આ યોજનાને આપી મંજૂરી, દરેક સ્કૂલને મળશે બે કરોડ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ અંગે મોટો
નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર PM SHRI Yojana ને કેબિનેટની
બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત નવી પેઢી માટે
તૈયારી કરશે, એવું ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું.

આ રહ્યા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો

નવા મોડેલ ઊભા કરવા માટે પ્રાઈમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયાને મોડેલ
સ્કૂલ પર વિકસિત કરવા માટે આજે મંજૂરી મળી છે. 27,360 કરોડથી 14,597
સ્કૂલની ક્વોલિટી વધારવા માટે NEP પ્લે સ્કૂલ સુધીની વ્યવસ્થા કરશે. આ પ્રકારની
સ્કૂલ માટે 60 પ્રકારના માપદંડો નિશ્ચિત કરવામાં આવ્યા છે. દેશના દરેક જિલ્લામાં
બે બ્લોકમાં આ સ્કૂલ ખોલવામાં આવશે, જેમાં બાળકો માટે ડિજિટલ લાઈબ્રેરી,
ડિજિટલ લેબ, વોકેશનલ એજ્યુકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
બેગ લેસ સ્કૂલની પરિકલ્પના અંતર્ગત 20 લાખ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં
આવશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર આ યોજના સાથે જોડાશે જે સ્કૂલ, શિક્ષક અને
વિદ્યાર્થીના પર્ફોમન્સની સમીક્ષા કરશે.
કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર આ સ્કૂલને બે કરોડ રૂપિયા આપવામાં આવશે, આ
પૈસા સીધા સ્કૂલના ખાતામાં જશે. કઈ જગ્યાએ કેટલો ખર્ચ કરવો તે સ્કૂલના
પ્રિન્સિપાલ અને શિક્ષક સામુહિક રીતે નક્કી કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.