Homeટોપ ન્યૂઝ‘CAA લાગુ થઈને રહેશે, હિંમત હોય તો રોકીને બતાવો’ શુભેન્દુ અધિકારીનો મમતા...

‘CAA લાગુ થઈને રહેશે, હિંમત હોય તો રોકીને બતાવો’ શુભેન્દુ અધિકારીનો મમતા બેનર્જીને ખુલ્લો પડકાર

પશ્ચિમ બંગાળમાં CAA-NRCને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. વિધાનસભાના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીને રાજ્યમાં CAA ના અમલીકરણને લઈને પડકાર ફેંક્યો હતો. ઠાકુરનગરમાં એક બેઠક દરમિયાન શુભેંદુ અધિકારીએ કહ્યું કે, “CAA કાયદો એવું નથી કહેતો કે કાયદેસર દસ્તાવેજો ધરાવતા નિવાસીની નાગરિકતા છીનવી લેવામાં આવશે.”
ઠાકુરનગર માતુઆ સમુદાયના પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને આ સમુદાય મૂળ બાંગ્લાદેશનો છે. મુખ્યપ્રધાન તરફ ઈશારો કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, “અમે ઘણી વખત CAA વિશે વાત કરી છે. રાજ્યમાં CAA લાગુ કરવામાં આવશે. જો તમારામાં હિંમત હોય તો CAAના અમલને રોકી બતાવો.”
તેમણે ભારપૂર્વક કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણી જીત્યા પછી, મોદી સરકારે વચન આપ્યું હતું કે તે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરશે, જે પૂર્ણ કરવામાં આવ્યું છે. એ જ રીતે ભાજપ CAA લાગુ કરવાનું વચન પૂરું કરશે. સાથે જ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કોઈના અધિકાર છીનવવામાં માનતી નથી અને જે લોકો આવી વાતો કરે છે તેઓ જ વાતાવરણ બગાડવા માંગે છે.
આગાઉ મમતા બેનરજીએ કહ્યું હતું કે કે CAA અને NRCના નામે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. CAA-NRC લાગુ નહિ થવા દે.
ત્યાર બાદ ગૃહપ્રધાન અમિત શાહે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલ્લા શબ્દોમાં કહ્યું હતું કે જે લોકો એવું સપનું જોઈ રહ્યા હોઈ કે CAAનું અમલીકરણનું નહિ થાય એ મોટી ભૂલ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular