ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા ICAIએ CA ઇન્ટર અને CA ફાઇનલ 2022ના પરિણામ જાહેર કરી દીધા છે. મંગળવારે ઈન્સ્ટિટ્યૂટની સત્તાવાર વેબસાઈટ – icaiexam.icai.org પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ નવેમ્બર 2022ની પરીક્ષાના પરિણામો બહાર પાડવામાં આવ્યા છે. જે ઉમેદવારો નવેમ્બર 2022ની પરીક્ષામાં સામેલ થયા હતા, એ તમામ વિદ્યાર્થીઓ તેમના સત્તાવાર લોગઇન દ્વારા ICAIની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઇ અને ડાઉનલોડ કરી શકે છે.
દરેક વિદ્યાર્થી પોતાના પરિણામ icai.org અને icai.nic.in પર વિઝિટ કરીને પણ ચેક કરી શકે છે. આ માટે તેમણે વેબસાઇટ પર પોતાનો રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. તેઓ પોતાના પરિણામની કોપી ડાઉનલોડ કરીને કે સેવ કરીને પણ રાખી શકે છે.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) સામાન્ય રીતે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં CA ફાઈનલના પરિણામો જાહેર કરે છે. આ વર્ષે ફાઈનલ અને ઈન્ટરનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.
ICAI CA ફાઈનલ પરિણામમાં, ગ્રુપ Aના 65,291 વિદ્યાર્થીઓમાંથી માત્ર 13,969 જ પાસ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ Bમાં 64,775 વિદ્યાર્થીઓમાંથી 12,053 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. ICAI CA ફાઇનલ ગ્રુપ A અને ગ્રુપ B બંનેની એકંદર પાસ ટકાવારી 11.09% છે.