સાપ્તાહિક રજાના દિવસે પણ રાણીબાગ ખુલ્લું રહેશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાયખલા (પૂર્વ)માં આવેલી વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય આવતા બુધવારે સાપ્તાહિક રજા હોવા બાદ પણ ગણેશચતુર્થી નિમિત્તે સાર્વજનિક રજા હોવાથી આવતા અઠવાડિયે ખુલ્લું રાખવામાં આવશે એવી જાહેરાત પાલિકા પ્રશાસને કરી છે. સામાન્ય રીતે દર અઠવાડિયે બુધવારે રાણીબાગને બંધ રાખવામાં આવે છે. એ દિવસે રાણીબાગમાં સાફસફાઈથી લઈને અન્ય મેઈન્ટેન્સના કામ પણ કરવામાં આવતા હોય છે. જોકે પાલિકાએ અગાઉ મંજૂર કરેલા એક ઠરાવ મુજબ બુધવારે સાર્વજનિક રજા આવે તો પ્રાણીસંગ્રહાલય જનતા માટે ખુલ્લું રાખી શકાશે. તે મુજબ બુધવારે ૩૧ ઑગસ્ટ, ૨૦૨૨ના ગણેશચતુર્થી હોવાની સાર્વજનિક રજા છે, પરંતુ રાજના દિવસે પણ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય નાગરિકો માટે ખુલ્લુ રાખવામાં આવશે, જેથી કરીને મોટી સંખ્યામાં રજાના દિવસે બાળકો અહીં મુલાકાત લઈ શકે.

બુધવારે સાર્વજનિક રજાના દિવસે રાણીબાગ ખુલ્લુ રાખવામાં આવવાનું છે. તેથી આવતા અઠવાડિયામાં ગુરુવારે પહેલી સપ્ટેમ્બરના રાણીબાગ સાપ્તાહિક રજા રાખશે. રાણીબાગમાં ઉદ્યાનમાં પ્રવેશ માટે પ્રતિ વ્યક્તિ ૫૦ રૂપિયાની ફી છે. તો ૩થી ૧૫ વર્ષનાં બાળકો માટે ૨૫ રૂપિયાની ફી છે. માતા-પિતા સાથે ૧૫ વર્ષ સુધીનાં બે બાળક એમ કુલ ચાર લોકોના પરિવાર માટે માત્ર ૧૦૦ રૂપિયાની ફી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.