રાણીબાગમાં ચેન્નઈ અને ઓરિસ્સાના મગરની થશે એન્ટ્રી

આમચી મુંબઈ

મુંબઈ: ભાયખલાના રાણીબાગમાં ટૂંક સમયમાં મગર અને ઘરિયાલ (એક પ્રકારના મગર)ને લાવવામાં આવશે. ચેન્નઈની ક્રોકોડાઈલ બેંકમાંથી પાંચ અને કોલ્હાપુરના પ્રાણી સંગ્રહાલયમાંથી ચાર એમ નવ મગરને રાણીબાગ લાવવામાં આવશે. આ ઉપરાંત ઓરિસ્સાના નંદનવન પ્રાણીસંગ્રહાલયમાંથી આઠ ઘરિયાલનું પણ આગમન થશે. તેમના રહેવા માટે અનુકૂળ જગ્યા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ચેન્નઈ અને ઓરિસ્સામાં મગર અને ઘરિયાલના પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે. રાણીબાગમાં પણ તેમના અનુકૂળ કાચનું પીંજરું બનાવવામાં આવી રહ્યું હોવાથી મગરની સંખ્યામાં વધારો થશે. મગરને જોવા માટે અંડરવૉટર વ્યૂ ઈનની યોજના પણ બનાવવામાં આવી છે. ૪,૦૦૦ ચોરસ મીટરના આ કાચના પીંજરામાં મગર અને ઘરિયાલને અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવામાં આવશે. હાલમાં તેનું કામ અંતિમ તબક્કામાં હોવાથી દિવાળી સુધી પર્યટકો માટે ખુલ્લું મુકાશે એવું રાણીબાગના સંચાલકે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.