મુંબઈઃ ભાયખલા જેલની બહાર તહેનાત એક પોલીસે લમણામાં ગોળી ધરબીને આત્મહત્યા કરી હોવાની આઘાતજનક ઘટના બની હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
ગુરુવારે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં માથામાં ગોળી મારીને આત્મહત્યા કરનારા હવાલદારનું નામ શ્યામ વરગડે એવું છે અને તેઓ તાડદેવ લોકલ આર્મ યુનિટ-ટુમાં કાર્યરત્ હતા.
શ્યામની નિયુક્તિ ભાયખલા જેલના ગેટ પર તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. દરમિયાન આ ઘટનાની માહિતી મળતાં જ નાગપાડા પોલીસ દાખલ થઈ હતી અને શ્યામનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નાયર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
દરમિયાન હવાલદાર શ્યામે કયા કારણોસર આત્મહત્યા જેવું હિચકારું પગલું લીધું છે એ બાબતે નાગપાડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.