જમ્યા પછી થાળીમાં હાથ ધોઇને તમે દરિદ્રતાને સામેથી આપી રહ્યા છો આમંત્રણ

ઇન્ટરવલ

જીવન જીવવા માટે ભોજન ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને અન્નનું અપમાન એટલે ઈશ્ર્વરનો અનાદર. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અન્નનું અપમાન થાય છે ત્યાં માતા અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી વિરાજમાન થતાં નથી. ધન-ધાન્યના ભંડાર ખાલી થઇ જાય છે. સનાતન ધર્મમાં દરેક કામને યોગ્ય રીતે કરવા માટેના નિયમ બનાવવામાં આવ્યા છે. એવી જ રીતે ભોજન સંબંધિત કેટલાક નિયમોનો ઉલ્લેખ પણ શાસ્ત્રમાં છે. આનું પાલન કરવાથી ઘરમાં કયારેય અન્નની અછત થશે નહીં.
અન્નનો દરેક દાણો સન્માનનીય છે. લોકોની આદત હોય છે કે જમ્યા બાદ તેઓ થાળીમાં જ હાથ ધોઇ નાખે છે. વાસ્તુ અનુસાર આ અશુભ હોય છે. માન્યતા છે કે થાળીમાં એંઠા હાથ ધોવાથી અન્નના જે બચેલા કણ હોય છે તેનું અપમાન થાય છે. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
જે મનુષ્ય અન્નનું મહત્ત્વ સમજતો નથી તે પાપનો ભાગીદાર બને છે. થાળીમાં જમવાનું એટલું જ લેવું જોઇએ જેટલું ખાઇ શકીએ. માન્યતા છે કે થાળીમાં જમવાનું એંઠું મૂકવાથી ઘરમાં બરકત રહેતી નથી. થાળીમાં એંઠું ભોજન રાખી મૂકવાથી અન્નની બરબાદી થાય છે, જેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થઇ જાય છે.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.