Homeઆમચી મુંબઈમુંબઈ સમાચારના લેખક રમેશ તન્નાના પુસ્તક ‘નવી સવાર’નું લોકાર્પણ

મુંબઈ સમાચારના લેખક રમેશ તન્નાના પુસ્તક ‘નવી સવાર’નું લોકાર્પણ

મુંબઈ : રમેશ તન્ના લિખિત “નવી સવાર પુસ્તકનું લોકાર્પણ કરતાં હાર્દિકરત્ન સૂરિશ્ર્વરજી મહારાજે જણાવ્યું હતું કે આ સમાજને સ્વસ્થ રાખવામાં નાના ગણાતા અને કહેવાતા લોકોની પોઝિટિવિટી, પ્રેમ, માનવતા અને સંવેદનાની મોટી ભૂમિકા હોય છે. જ્યારે વ્યક્તિ હકારાત્મક અભિગમથી જીવન જીવવાનું શરૂ કરે ત્યારે ચમત્કાર થાય છે અને તેની સાથે બધુ સારું જ થવા લાગે છે. તેમણે રમેશ તન્નાના પોઝિટિવ પત્રકારત્વની અને તેમણે લખેલા પુસ્તકોની પ્રસંશા કરી હતી. આ ઉપરાંત હિમાલય યાત્રા અને ગિરનારમાં ચાતુર્માસ પુસ્તક અંગે તેમણે મુંબઈ સમાચારમાં લખેલા લેખોની વિગત આપીને ઉમેર્યું હતું કે કોઈ જૈન મુનિનાં પુસ્તકો વિશે આટલી વિગતવાર નોંધ લઈને સમગ્ર વિશ્ર્વમાં તેનો પ્રસાર કરે તે મોટી વાત છે.
“મુંબઈ સમાચારના તંત્રી શ્રી નીલેશ દવેએ “મુંબઈ સમાચાર દ્વારા આવા શ્રમજીવી અને છેવાડાના લોકોના કરાતાં અભિવાદનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે રમેશ તન્નાના નવી સવારના લેખોમાં પણ આવા જ લોકો વિશે લખાયું છે.

RELATED ARTICLES

Most Popular