Homeદેશ વિદેશસોનુ ખરીદો છો? આ રીતે કરો અસલી-નકલી સોનાની પરખ...

સોનુ ખરીદો છો? આ રીતે કરો અસલી-નકલી સોનાની પરખ…

દેશમાં અત્યારે લગ્નસરાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. લગ્નના લાખો કામોમાં સૌથી મહત્ત્વનું કામ છે દાગિના ખરીદવાનું. એમાં પણ જે રીતે સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા છે એ જોતાં તો મોંમાંથી રાડ જ નીકળી જાય.
સોનાના ભાવ વધવાને કારણે તેમાં છેતરપિંડી થવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે તમને નકલી ઘરેણાં પકડાવી દેવામાં આવે છે અને લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. હવે આવી છેતરપિંડીથી બચવા શું કરવું જોઈએ, કઈ રીતે સોનાની પરખ કરવી જોઈએ જેવા સેંકડો સવાલો તમારા મગજમાં ગુમરાઈ રહ્યા હશે, બરાબર ને? બસ તમારા આ સવાલોના જવાબ જ આજે અહીં તમને મળવાના છે.

દરેક વ્યક્તિએ સોનાની ખરીદી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. અહીં કેટલીક એવી ટિપ્સ આપવામાં આવી છે કે જેની મદદથી તમે અસલી અને નકલી જ્વેલરી વચ્ચેનો તફાવત પારખી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે જૂન 2021થી સોનાના વેચાણ દરમિયાન હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે, પણ તેમ છતાં ઘણી વખત નાના નાના જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનું પધરાવીને તમારી સાથે છેતરપિંડી કરે છે.

આ રીતે કરો અસલી અને નકલી સોનાની પરખ-

વર્તમાન સમયમાં તો સાચા અને નકલી સોનાની ઓળખ કરવી ખૂબ જ સરળ છે. બસ આ માટે તમારે કેટલીક બેઝિક ટિપ્સ ફોલો કરવી પડશે. સોનું ખરીદતી વખતે BISના ત્રિકોણાકાર ચિહ્નની ખાતરી કરી લો. આ સિવાય હોલમાર્કિંગ મૂલ્ય તપાસવા માટે બ્રેકઅપમાં જ્વેલરીની રસીદ પણ ચકાસી લો.

જો તમારા સોનાનો હોલમાર્ક 375 છે, તો તે લગભગ 37.5 ટકા શુદ્ધ સોનું છે. જો સોના પર હોલમાર્ક 585 છે, તો તે 58.5 ટકા શુદ્ધ છે. બીજી તરફ, જ્યારે સોનાનો હોલમાર્ક 990 છે, તો સોનું 99.0 ટકા છે. આ સિવાય જ્યારે સોનાનો હોલમાર્ક 999 છે. પછી તે 99.9 ટકા શુદ્ધ સોનું છે, એટલે ઘરેણાં ખરીદતાં પહેલાં તેના હોલમાર્ક પર ખાસ ધ્યાન આપો. આ હોલમાર્ક જ તમારી મદદ કરશે હકીકત જાણવામાં.

આ ઉપરાંત લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ અસલી અને નકલી સોનાને ઓળખવા માટે નાઈટ્રિક એસિડનો પણ ઉપયોગ પણ કરી શકાય છે. તમારે ફક્ત જ્વેલરી પર થોડો સ્ક્રેચ બનાવવાનો છે અને તેના પર નાઈટ્રિક એસિડ રેડવાનું છે. જો સોનાના રંગમાં કોઈ ફેરફાર ન થાય તો સમજવું કે તમારું સોનું વાસ્તવિક છે અને જો રંગમાં ફેરફાર જોવા મળે તો સમજી લેવાનું કે સોનામાં ભેળસેળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -