ઘણી વખત એવું બને છે કે જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હોય, પણ અચાનક જ મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે. આવું થવા પાછળનું કારણ બૂરી નજર પણ હોઈ શકે છે. દરેક વ્યક્તિ પોતાની જાતને બૂરી નજરથી બચાવી રાખવા માગે છે અને એ માટે તે જાતજાતના ટોટકા અને ઉપાયો અજમાવે છે. આજે અમે તમને જણાવીશું કેટલાક એવા જ ટોટકા વિશે કે જે તમને બૂરી નજરથી બચાવશે…
રોજે જ્યારે સ્નાન કરવા જાવ ત્યારે આખી બાલદી પાણીથી ભરી લો અને ત્યાર બાદ તેમાં ઈન્ડેક્સ ફિંગરથી ત્રિકોણ બનાવો. આ ઉપાય વિશે કોઈ સાથે ચર્ચા કરશો નહીં. આ ઉપાય કરવાથી વ્યક્તિ પરથી નજર દોષ હઠી જાય છે.
બૂરી નજર માત્ર વ્યક્તિને જ નહીં પણ ઘરને પણ લાગે છે. તમારા ઘરને બૂરી નજરથી બચાવવા માટે ઘરના ઊંબરા પર ફટકડીનો એક ટૂકડો રાખી મૂકો. દર પંદર દિવસે આ ટૂકડાને બદલી નાખો. ફટકડી નકારાત્મક ઊર્જાને શોષી લે છે, અને બૂરી નજરથી બચાવે છે. ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે રોજે મીઠાવાળા પાણીના પોતા કરાવો. મીઠું નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.
ઘર પરથી નજર દોષ દૂર કરવા માટે મુખ્ય દ્વાર પર વિઘ્નહર્તાની પ્રતિમા લગાવી રાખો. રોજ સવાર-સાંજ આ પ્રતિમાને પૂજા કરો. વિઘ્નહર્તા ગણેશજી નજર દોષ દૂર કરે છે.
કોઈ દંપતિના વૈવાહિક જીવન પર કોઈની ખરાબ નજર લાગી હોય તો તેને દૂર કરવા માટે પતિ-પત્નીએ એકબીજાને ગુલાબના ફૂલ ગિફ્ટમાં આપવા જોઈએ. આ સિવાય બેડરુમમાં પણ ગુલાબના ફૂલ રાખવા જોઈએ.
આ સિવાય ઘરને બૂરી નજરથી બચાવવા માટે નિયમીતરુપે તુલસીના છોડની સામે ઘીનો દીવો કરવાનું રાખે. દીવો હંમેશા દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખવો.
બૂરી નજરવાલે તેરા મૂંહ કાલાઃ આ રીતે બચો બૂરી નજરથી….
RELATED ARTICLES