… મિલ જાએ અગર આજ કોઈ સાથી મસ્તાના, તો ઝૂમે ધરતી ઔર ઝૂમે આસમાં’ એવું સાઈકલ પર સવાર નૂતન એની સહેલીઓ સાથે ગુંજતી હોય છે ત્યારે એ ક્ધયાઓ મુક્ત પંખીઓની જેમ ઊડતી અને કલરવ કરતી લાગે છે. ચિનુ મોદીએ શમણાંને પંખીની ઉપમા આપી છે. પંખી એ સંગીત અને સ્વતંત્રતાનું પ્રતીક મનાય છે. શાળામાં ‘હું પંખી હોઉં તો’ નિબંધ લખતી વખતે કલામને અસંખ્ય પાંખો ફૂટતી હોય છે. એકવીસમી સદીમાં તાણમાં જીવતા મનુષ્ય માટે દવા કરતા દુવા વધુ કામ કરે એ ભાવનાના સંદર્ભમાં પંખીના સહવાસની ભલામણ કરવામાં આવી છે. વિદેશી સંશોધન અનુસાર રોજેરોજ પક્ષીના સીધા કે આડકતરા સહવાસમાં રહેવાથી હતાશામાં સરી પડેલા લોકોનો મૂડ ઠીક થાય છે અને એકંદરે જનતા માટે લાભદાયી ઠરે છે. સંશોધનમાં જ્યાં પંખીઓના ટોળેટોળા ઉડાઉડ કરી કલરવ કરતા હોય એવા પાર્ક કે કેનાલના વિસ્તારમાં હરવાફરવાથી માનસિક રાહત મળે છે એવું હવે ડૉકટરો પણ કહે છે. આ સાથે વાતાવરણની જાળવણી કરવાની અને કુદરતી જંગલો અને હરિયાળીનો ખુરદો બોલાવી કોન્ક્રિટ જંગલ બનાવી રહેલા મનુષ્યને પ્રકૃતિનું લાલન પાલન કરવા વિશે પણ સમજણ આપવામાં આવી છે. યુકે, યુરોપ, યુએસએ, ચીન અને ઑસ્ટ્રેલિયાના લોકોનો સમાવેશ સંશોધન માટે કરવામાં આવ્યો હતો. પંખીને જોયા પછી કે સાંભળ્યા પછી લોકોની માનસિક હાલત બહેતર બની હોવાનું જાણવા મળ્યું હતું.