Homeઆપણું ગુજરાતદારૂ માટે દાદાગીરી :‘રોગી કલ્યાણ સમિતિ’ની તપાસમાં ગેરરીતિ બહાર આવી ‘મુંબઈ સમાચારે’...

દારૂ માટે દાદાગીરી :‘રોગી કલ્યાણ સમિતિ’ની તપાસમાં ગેરરીતિ બહાર આવી ‘મુંબઈ સમાચારે’ તો પહેલાંથી જ કહ્યું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: દરદીઓને આપવામાં આવતી લીકર હેલ્થ પરમિટ માટે ઉઘરાવવામાં આવતા નાણાં અને તે નાણાંના ગેરઉપયોગનો માહિતીસભર અહેવાલ ‘મુંબઈ સમાચારે’ પ્રકાશિત કર્યા બાદ આરોગ્ય ખાતું હરકતમાં આવ્યું હતું અને તેમણે રાજકોટ સિવિલ હૉસ્પિટલ અને સંબંધિત ખાતાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મુંબઈ સમાચારના પ્રતિનિધિ દ્વારા ‘રોગી કલ્યાણ સમિતિ’માં કશુંક ખોટું ચાલી રહ્યું છે તેવા અહેવાલના સંદર્ભે કમિશનર હેલ્થ ગુજરાત રાજ્યના મૌખિક હુકમ બાદ તપાસ થઈ હતી. જેમાં છેલ્લા એક વર્ષના આર્થિક વ્યવહારોની તપાસમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે કોઈ અધિકારી સત્તાવાર બોલવા તૈયાર નથી, પરંતુ અમને મળેલી માહિતી અનુસાર રોગી કલ્યાણ સમિતિના એક વર્ષના હિસાબમાં ઘણી ત્રુટિઓ અથવા તો ગેરરીતિઓ
રહેલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ એક લાખ રૂપિયા ઉપરની કોઈ ખરીદી કરવાની હોય કે ખર્ચ કરવાનો હોય તો કમિશનરની મંજૂરી જરૂરી હોય છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં જેટલા ખર્ચ થયા તેમાં કમિશનરની મંજૂરી લેવામાં આવેલ નથી. એક લેબોરેટરી સાથે કોઈપણ જાતના ક્વોટેશન વગર એમઓયુ કરવામાં આવેલ છે. બીજા પણ જેટલા એમઓયુ થયા છે તેના રિન્યુઅલ માટે કોઈ પત્રવ્યવહાર થયા નથી. જે દવાઓની ખરીદી થઈ છે. તેનો સ્ટોક વેરીફાઈ કર્યા વગર વધારે દવા ખરીદવામાં આવેલ છે.
રોગીઓને પ્રધાનમંત્રીની એક યોજના અંતર્ગત નાણાં ચૂકવવાના હોય છે જેનો આદેશ કરવાનો હોય છે, પરંતુ તેવા કોઈ આદેશ થયા નથી અને મોટા પાયે ચૂકવણા થયા છે.
હેલ્થ કમિશનર હજુ પણ અંગત રસ લઈ અને રોગી કલ્યાણ સમિતિ રાજકોટનાં પાંચ વર્ષના હિસાબો ફરી ચેક કરાવશે તો અને તેના બૅંકનાં ખાતાઓના સ્ટેટમેન્ટને આધારે તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular