Homeઆમચી મુંબઈઅંબરનાથમાં બળદગાડાની હરીફાઈ: બે જૂથનો સામસામો અંધાધૂંધ ગોળીબાર

અંબરનાથમાં બળદગાડાની હરીફાઈ: બે જૂથનો સામસામો અંધાધૂંધ ગોળીબાર

મુંબઈ: અંબરનાથમાં બળદગાડાની હરીફાઈ પરથી થયેલા વિવાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત ગોળીબાર સુધી પહોંચી હતી. ભરરસ્તે બે જૂથ વચ્ચે સામસામો અંધાધૂંધ ગોળીબાર થતાં આખા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગોળીબારની ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તેને આધારે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર અંબરનાથમાં એમઆઈડીસી વિસ્તારની સુદામા હોટેલ નજીક રવિવારે આ ઘટના બની હતી. બળદગાડાની હરીફાઈને મામલે યોજાયેલી મીટિંગમાં બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો.
કહેવાય છે કે પનવેલના
પંઢરીનાથ ફડકે અને કલ્યાણના રાહુલ પાટીલ જૂથ વચ્ચે અગાઉ પણ બળદગાડાની હરીફાઈને મામલે વિવાદ થયા હતા. કલ્યાણના અડવલી ગામમાં રહેતા રાહુલ પાટીલ રવિવારે પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર ઈંટ અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે બે જૂથ સામસામે આવી ગયા હતા.
મુખ્ય રસ્તાની બન્ને બાજુએથી ગોળીના ૧૨થી ૧૫ રાઉન્ડ ફાયર કરાયા હતા. બન્ને જૂથ દ્વારા કરાયેલા આ ગોળીબારને કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પાટીલ જૂથના સમર્થકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી. શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

 

RELATED ARTICLES

Most Popular