Homeવેપાર વાણિજ્યબુલિયન બજારમાં મંદી: સોનું ₹ ૫૬,૦૦૦ની અને ચાંદી ₹ ૬૫,૦૦૦ની નીચે ઊતરી...

બુલિયન બજારમાં મંદી: સોનું ₹ ૫૬,૦૦૦ની અને ચાંદી ₹ ૬૫,૦૦૦ની નીચે ઊતરી ગઇ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ગ્લોબલ માર્કેટમાં ફ્યૂચર્સ અને સ્પોટ માર્કેટ બન્નેમાં સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેની અસર ઘરેલું બજારમાં પણ કિંમતી ઘાતુની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક હાજર બુલિયન બજારમાં મંદીનું હવામાન રહ્યું હતું. સોનું રૂ. ૫૬,૦૦૦ની અને ચાંદી રૂ. ૬૫,૦૦૦ની નીચે ઉતરી ગઇ હતી.
ઝવેરી બજારના આઇબીજેએના આંકડા અનુસાર ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૬,૪૨૮ના પાછલા બંધ સામે રૂ. ૫૬,૨૦૪ની સપાટીએ ખુલ્યા બાદ અંતે રૂ. ૨૫૩ પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે રૂ. ૫૬,૧૭૫ બોલાયું હતું. ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૬,૨૦૨ના પાછલા બંધ સામે રૂ. ૫૫,૯૭૯ની સપાટીએ ખુલ્યા બાદ અંતે રૂ. ૨૫૨ પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે રૂ. ૫૫,૯૫૦ બોલાયું હતું.
એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૬૫,૩૮૯ના પાછલા બંધ સામે રૂ. ૬૫,૧૬૪ની સપાટીએ ખૂલ્યા બાદ અંતે રૂ. ૮૮૯ પ્રતિ એક કિલોગ્રામના ઘટાડા સાથે રૂ. ૬૪,૫૦૦ની સપાટીએ પહોચી હતી.
વાયદા બજારમાં પણ શુક્રવારે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેંજ પર એપ્રિલ ૨૦૨૩માં ડિલિવરી વાળા સોનામાં ૩૭૦ રૂપિયા અથવા ૦.૬૬ ટકાના ઘટાડા સાથે ૫૫,૮૫૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તેના અગાઉના સત્રમાં એપ્રિલ કોન્ટ્રાક્ટવાળા સોનાનો ભાવ ૫૬,૨૨૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ રહ્યો હતો. એ જ રીતે, જૂન ૨૦૨૩ ડિલિવરી વાળા સોનામા ૩૭૭ રૂપિયા અથવા ૦.૬૭ ટકાના કડાકા સાથે ૫૬,૨૦૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.
તેના અગાઉના સત્રમાં જૂન કોન્ટ્રાક્ટવાળા સોનાનો રેટ રૂ. ૫૬,૫૮૩ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. ચાંદીમાં માર્ચ, ૨૦૨૩ ડિલિવરી વાળી ચાંદીની કિંમતમાં રૂ. ૫૬૩ અથવા ૦.૮૬ ટકાના ઘટાડા સાથે રૂ. ૬૫,૦૭૦ પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તેના અગાઉના સત્રમાં માર્ચ કોન્ટ્રાક્ટ વાળી ચાંદીની કિંમત રૂ. ૬૫,૬૩૩ પ્રતિ કિલોગ્રામ પર રહી હતી. એ જ રીતે, મે, ૨૦૨૩ ડિલિવરી વાળી ચાંદીની કિંમતમાં રૂ. ૫૯૨ અથવા ૦.૮૮ ટકાના ઘટાડા સાથે રૂ. ૬૬,૪૦૦ પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તેના અગાઉના સત્રમાં માર્ચ કોન્ટ્રાક્ટ વાળી ચાંદીની કિંમત રૂ. ૬૬,૯૯૨ પ્રતિ કિલોગ્રામ પર રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular