Homeઆપણું ગુજરાતબુલેટ ટ્રેનઃ મુંબઈમાં 21 KMની લાંબી ટનલના નિર્માણ માટે આવ્યા રાહતના સમાચાર

બુલેટ ટ્રેનઃ મુંબઈમાં 21 KMની લાંબી ટનલના નિર્માણ માટે આવ્યા રાહતના સમાચાર

મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડની બુલેટ ટ્રેન દોડાવવાની યોજનાનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ગુરુવારે મુંબઈમાં નિર્માણ થનારી 21 કિલોમીટર લાંબી ટનલના કામકાજ માટે ટેક્નિકલ બિડ ગુરુવારે ખોલવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને થાણે જિલ્લામાં શિલફાટાની વચ્ચે ટનલના નિર્માણ (સી-ટૂ પેકેજ) કાર્ય માટે બે કંપની તરફથી બિડ મળી છે. આ બંને કંપનીમાં આફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડનો સમાવેશ થાય છે, એમ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એચએસઆરસીએલ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ટેક્નિકલ મૂલ્યાંકન કરવામાં આવ્યા પછી ફાઈનાન્શિયલ બિડને ખોલવામાં આવશે. જમીનથી નીચે 25થી 40 મીટરની રેન્જમાં સિંગલ ટ્યુબ ટિવન ટ્રેકનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે, જ્યારે ટનલનો વ્યાસ 13.1 મીટરનો હશે. રેલવે મંત્રાલયના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો બુલેટ ટ્રેનનો સમાવેશ થાય છે, જે તત્કાલીન મહારાષ્ટ્ર સરકારે પ્રોજેક્ટમાં અવરોધ ઊભો કર્યો હતો. જોકે, રાજ્યમાં એકનાથ શિંદેની નવી સરકારના ગઠન પછી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ગતિ આવી છે, જે અંતર્ગત ગુજરાતની સાથે સાથે હવે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામકાજ ઝડપથી હાથ ધરાયું છે.
મુંબઈમાં બીકેસી ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ કાર્ય માટે જમીન પ્રાપ્ત કરવામાં આવ્યા પછી 21 કિલોમીટર લાંબી ટનલ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અન્વયે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જ્યારે ટનલ નિર્માણ માટે બે કંપનીએ બિડ નોંધાવી હતી. મુંબઈમાં 20.37 કિલોમીટરની લાંબી ટનલનું કામકાજ ટીબીએમ (ટનલ બોરિંગ મશીન)થી તૈયાર કરવામાં આવશે, જ્યારે જમીન પર 15.42 કિલોમીટરનું સ્ટ્રક્ચર રહેશે. આ ઉપરાંત, દરિયામાં 4.96 કિલોમીટરન સ્ટ્રેચમાં ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)થી કામકાજ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular