રાયગડનો બલ્ક ડ્રગ પાર્ક પણ મહારાષ્ટ્રમાંથી ખેંચી લેવાયો: આદિત્ય ઠાકરે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: વેદાંતા-ફોક્સકોન સેમીકંડક્ટર પ્રોજેક્ટના મુદ્દા પર હવે રાજકારણ ગરમાયું છે, ત્યારે આદિત્ય ઠાકરેએ શિંદે-ફડણવીસ સરકાર પર નવો આરોપ કર્યો છે. રાયગડમાં બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટ પણ મહારાષ્ટ્રની બહાર ચાલ્યો ગયો હોવાનો આરોપ આદિત્ય ઠાકરેએ કર્યો હતો. દાવોસથી ત્રણ દિવસમાં ૮૦ હજાર કરોડ રૂપિયા લાવવામાં આવ્યા હોવાનું પણ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.
બલ્ક ડ્રગ પાર્કને પણ મહારાષ્ટ્રમાંથી કેમ ખેંચી લેવાયો? એક પણ રોકાણ કેન્દ્રની પરવાનગી વિના આવી શકતું નથી. તો પછી કેન્દ્રને પીઠબળ પૂરું પાડીને અમે તેમને લાવ્યા તો પછી તેમને કેમ જામતું નથી, એવો સવાલ આદિત્ય ઠાકરેએ રજૂ કર્યો હતો.
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે બલ્ક ડ્રગમાં સરકાર પોણાત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની હતી. ૪૦ વિધાનસભ્યો ત્યાં ગયા અને બંને મોટા પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી બહાર નીકળી ગયા. કેન્દ્રને હવે ફોડ પાડીને જણાવવું મુશ્કેલ થઇ રહ્યું છે. બલ્ક ડ્રગને કારણે ૮૦ હજાર કરોડ રૂપિયા ચાલ્યા ગયા છે.

ખોખાંનો જાપ માતોશ્રીમાં જ થાય છે: રામદાસ કદમ
વેદાંતા કંપનીએ પોતાના પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં સ્થળાંતર કર્યા બાદ વિરોધીઓ દ્વારા શિંદે-ફડણવીસ સરકારની ટીકા થઇ રહી છે. આદિત્ય ઠાકરેએ પોતાના માટે ખોખાં અને મહારાષ્ટ્રને ધોકો, એવી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આદિત્ય ઠાકરેની આવા પ્રકારની ટીકાનો જવાબ આપતાં રામદાસ કદમે કહ્યું હતું કે છેલ્લા અનેક દિવસથી આદિત્ય ઠાકરે ખોખાં-ખોખાં કરી રહ્યા છે. જોકે ખોખાંનો વિષય માતોશ્રી માટે નવો ન હોઇ તેનો જાપ ચાલી જ રહ્યો છે, એવું તેમણે કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.