કુર્લામાં 4 માળની ઈમારત ધરાશાયી: બેનું મોત, 11 જખમી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: કુર્લાના નાઇક નગરમાં એક ચાર માળની જૂની ઈમારત સોમવારે મોડી રાત્રે ધરાશાય થઇ હતી. આ દુર્ઘટનામાં બેનું મૃત્યુ થયું છે, જયારે 11 લોકો જખમી થયા છે. હાલમાં કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ છે. મૃતકો અને જખમીઓની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધીમાં કુલ 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે બચાવકામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. કાટમાળમાં હજુ ઘણા લોકો દબાયા હોવાની શકયતા છે. આ અંગે ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર ઈમારત આશરે રાત્રે 12 વાગ્યે ધરાશાયી થઇ હતી. સૂચના મળ્યા બાદ જ અમારી ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવકામગીરી શરૂ કરી દીધી હતી. જખમી લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે 25-30 લોકો દટાયા હોવાની આશંકા છે, પણ ચોક્કસ આંકડો હજુ જાણી શકાયો નથી.

 

YouTube player

 

દરમિયાન દુર્ઘટનાની જાણકારી મળતા જ રાજ્યના પ્રધાન આદિત્ય ઠાકરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને રેસ્ક્યૂ ઓપરેશન ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા હતા. એમણે કહ્યું હતું કે આ ઈમારત જર્જરિત થઇ ચૂકી હોવાથી તેને ખાલી કરવા માટેની નોટિસ મોકલવામાં આવી હતી, પણ તેમ છતા લોકો અહીં રહી રહ્યા હતા. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાની અમારી પ્રાથિમકતા છે.

<

>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.