વ્યાજખોરોના ત્રાસથી જનતાને બચાવવાની વાત થોડા જ દિવસો પહેલા રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી હતી. આ માટે રાજ્યમાં પોલીસ તંત્રના લોકદરબારના આયોજનો પણ થઈ રહ્યા છે.
આ વચ્ચે અમદવાદામાં એક બિલ્ડરે વ્યાજખારોના ત્રાસથી કંટાળી ઊંઘની ૫૦ ટેબલેટ લઈ આત્મહત્યા કર્યાની ઘટનાએ સૌને આચકો આપ્યો હતો. સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા બિલ્ડરે ધંધાકીય કામ માટે આઠ જેટલા લોકો પાસેથી કરોડો રૃપિયા વ્યાજે લીધા હતા, તેમાંથી ઘણા ખરા ચૂકવી દીધા હતા, પરંતુ છતાં તેમને ધમકીઓ મળતી હતી. નાણાં આપનાર વ્યક્તિઓએ દાદાગીરી કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બિલ્ડર ઘર છોડીને હોટલમા રહેવા માટે ચાલ્યો ગયો હતો. તેમ છતાય, સતત ધાકધમકી મળતા બિલ્ડરે ઉંઘની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેમ એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે. જે અંગે આનંદનગર પોલીસે આઠ લોકો વિરૃદ્વ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. વ્યાજખોરો વિરૃદ્વ શરૃ થયેલી ડ્રાઇવ બાદનો ગુજરાતનો સૌથી મોટો કેસ ગણવામાં આવી રહ્યો છે.
સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા રાકેશ શાહ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નામે વ્યવસાય કરે છે અને સેટેલાઇટ રાહુલ ટાવરમાં આવેલા અરીસ્તા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે તેમના જુના મિત્ર પાસેથી એપ્રિલ 2020થી અત્યાર સુધી ધંધાકીય કામ માટે રૃપિયા 13.65 કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે માસિક દોઢ ટકા વ્યાજ નક્કી કરાયું હતું. જો કે થોડા સમય બાદ મિત્રએ માસિક 10 ટકા વ્યાજ માંગ્યું હતુ અને જો તે નહી આપે તો એક ટકા પેનેલ્ટી લેવાની વાત કરી હતી.
જેથી રાકેશ શાહે અન્ય વ્યક્તિ પાસેથી સાત કરોડ જેટલી રકમ ચુકવી આપી હતી. જ્યારે બાકીના 6.62 કરોડ રૃપિયા બાદમાં ચુકવી આપવા માટે કહ્યું હતું પરંતુ, મિત્રએ 24 કરોડ રૃપિયાની માંગણી કરી હતી. સાથેસાથે ધમકી આપી હતી. આ રકમ ચૂકવવા તેમમે બીજા પાસેથી વાયજે પૈસા લીધા હતા. આમ કરતા તેમણે આઠ જણ પાસેથી ઉધાર લીધા હતા. તેમની ફરિયાદ અનુસાર ઘણીખરી રકમ ચૂકવી દીધી હોવા છતાં તેમને ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા હતા અને તેમને ધાક ધમકીઓ આપવામાં આવી રહી હતી. આથી કંટાળી તેમણે આવું પગલુ ભર્યું હતું.