આનંદ મહિન્દ્રાએ નીતિન ગડકરીને ‘ટ્રી ટનલ’ બનાવવાની કરી વિનંતી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રા ટ્વિટર પર તેમની હાજરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. ટ્વિટર યુઝર્સ તેમના ટ્વીટની આતુરતાથી રાહ જુએ છે. પરંતુ આ વખતે વાત જરા અલગ છે. તેમણે એક વીડિયો રીટ્વીટ કર્યો છે જેમાં રસ્તાની બંને બાજુના વૃક્ષો ‘ટ્રી ટનલ’ જેવા દેખાય છે. આ વીડિયો શેર કરીને આનંદ મહિન્દ્રાએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીને વિનંતી કરી છે. તેઓ ઇચ્છે છે કે નવા ગ્રામીણ રસ્તાઓ પર આ જ રીતે વૃક્ષો વાવવામાં આવે. મહિન્દ્રાએ આવા રોડ માટે ટ્રનલ નામનું સૂચન કર્યું છે.
પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે અને પોતાની પસંદગીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું, “મને ટનલ ગમે છે, પરંતુ સાચું કહું તો મને આ પ્રકારની ‘ટનલ’માંથી પસાર થવું ગમશે.” મહિન્દ્રાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પૂછ્યું, ” તમે જે નવા ગ્રામીણ રસ્તાઓ બનાવી રહ્યા છો તેના પર શું આપણે આવી ટ્રનલ બનાવી શકીએ?
આનંદ મહિન્દ્રાને રીટ્વીટ કરેલો આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. ટ્વિટર પર અત્યાર સુધીમાં આ વીડિયોને 23 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ટ્વિટર યુઝર્સ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે એમ પણ કહ્યું કે ભારતમાં પણ આવા રસ્તાઓ છે. તેણે આનંદ મહિન્દ્રા માટે લખ્યું, “સર, જો તમે કોલ્હાપુરથી કોંકણને જોડતા રાધાનગરી જંગલ વિસ્તારમાં જાઓ છો, તો આવા રસ્તા જોવા મળશે.”

I like tunnels, but frankly, I’d much rather go through this kind of ‘Trunnel’ …@nitin_gadkari ji, can we plan to purposefully plant some of these trunnels on the new rural roads you are building? https://t.co/6cE4njjGGi

— anand mahindra (@anandmahindra) August 27, 2022

“> 

1 thought on “આનંદ મહિન્દ્રાએ નીતિન ગડકરીને ‘ટ્રી ટનલ’ બનાવવાની કરી વિનંતી

  1. This is an awesome proposal. It has a side benefit of reforestation which will mitigate adverse effects of global warming. It will also bring increased rainfall which will each shortage of potable water. To crown it all it will be a pleasure driving thru the greenery. All those companies selling agricultural products should lend a hand. People living in the nearby area should lend a hand in cultivating and maintaining this green cover. Thanks Mr Mahindra for thinking outside the box. Let us all get the ball rolling.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.