(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં રજૂ કરેલા સરકારના ૨૦૨૩-૨૪ ના બજેટને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશમાં અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારું ગણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગયા વર્ષ કરતાં ર૩ ટકાના વધારા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારૂં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આ વર્ષે આપ્યું છે. રાજ્યના વેગવંતા વિકાસને નવી ગતિ આપવા પાંચ સ્તંભ પર ફોક્સ કરતું બજેટ છે. આ ઉપરાંત સર્વસમાવેશી, સર્વપોષી, સર્વગ્રાહી અને સર્વતોમુખી વિકાસનું પથપ્રદર્શક બની રહેશે. કેપિટલ એક્સપેન્ડીચરની જોગવાઇમાં ગયા વર્ષની તુલનાએ ૯૧ ટકાનો વધારો રાજ્યની વિકાસ યાત્રામાં સિમાચિહ્ન રૂપ બનશે. ગત વર્ષના બજેટ કરતાં ર૩ ટકાનો વધારો આ બજેટમાં કર્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બે દાયકા કરતાં વધુ સમયથી દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસ રોલ મોડેલ બન્યું છે.આ જ અવિરત વિકાસયાત્રાને વધુ વેગવંતી હરણફાળ ભરાવવાના ઉદ્દેશ્યથી આ વર્ષનું બજેટ પાંચ સ્તંભ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરતું બજેટ છે.
પાંચ સ્તંભો છે તેની ભૂમિકા આપતાં મુખ્ય પ્રધાને કહ્યું કે, સમાજના ગરીબ જરૂરત મંદ વર્ગોને પાયાની સુવિધા અને સામાજિક સુરક્ષા, સંતુલિત અને સમતોલ વિકાસના લાભ સાથે માનવ સંસાધન વિકાસ, જન સુખાકારી અને આર્થિક સમૃદ્ધિને વધુ સુદ્રઢ બનાવવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, કૃષિ, ઉદ્યોગ અને સેવા અને ખાસ તો ટૂરિઝમ દ્વારા નવી રોજગારીને મહત્ત્વ આપવું, ગ્રીન ગ્રોથ-પર્યાવરણપ્રિય વિકાસ એ પાંચ બાબતોને બજેટમાં આવરી લેવાઇ છે.
અમૃતકાળમાં ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખનારું બજેટ: મુખ્ય પ્રધાન
RELATED ARTICLES