Homeઆમચી મુંબઈબજેટમાં ખેડૂતો, આદિવાસીઓ, મહિલા અને યુવાનોનું ધ્યાન રખાયું છે: ફડણવીસ

બજેટમાં ખેડૂતો, આદિવાસીઓ, મહિલા અને યુવાનોનું ધ્યાન રખાયું છે: ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, આદિવાસીઓ, મહિલા, યુવાનો અને મધ્યમ વર્ગ સહિત સમાજના બધા જ વર્ગોનું ધ્યાન રાખવામાં
આવ્યું છે.
તેમણે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને તેમણે સર્વ જન હિતાય ગણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તે સમાજના બધા જ વર્ગોને અને ક્ષેત્રોને આવરી લે છે. આવકવેરાની મર્યાદા રૂ. સાત લાખ સુધી વધારવાનો લાભ મધ્યમ વર્ગને થશે અને તેવી જ રીતે રૂ. ૧૫ લાખની આવક સુધી રૂ. દોઢ લાખની આવકવેરા મર્યાદાને કારણે મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે.
બજેટ મધ્યમ વર્ગ અને નીમ્ન મધ્યમ વર્ગને તેમની આશા-આકાંક્ષા પૂરી કરવામાં લાભદાયક પુરવાર થશે. માળખાકીય વિકાસ માટે ફાળવવામાં આવેલા રૂ. ૧૦ લાખ કરોડ અભૂતપુર્વ છે. આનાથી દેશમાં માળખાકીય વિકાસને સારું પ્રોત્સાહન મળશે. કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે કાયમ કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપી છે અને આ વખતે પણ એવું જ કરવામાં આવ્યું છે.
——————–
રિયલ એસ્ટેટ ઉદ્યોગે બજેટનું સ્વાગત કર્યું
મુંબઈ: કેન્દ્રીય નાણાંપ્રધાને બુધવારે રજૂ કરેલા બજેટનું રિયલ એસ્ટેટ ઉદ્યોગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે વડા પ્રધાન આવાસ યોજના હેઠળ કરેલી વધારાની ફાળવણી અને ટેક્સ સ્લેબમાં આપેલી રાહતોનો ફાયદો રિયલ એસ્ટેટ ઉદ્યોગને થશે એવી આશા મોટા ભાગના રિયલ એસ્ટેટ કંપનીઓએ વ્યક્ત કરી હતી.
—————
સોનેરી સપનાં દેખાડતું બજેટ: નાના પટોલે
મુંબઈ: બજેટમાં અનેક આકર્ષક જાહેરાતો કરવી, પરંતુ તેના પર અમલ ન કરવો એવી કેન્દ્રની મોદી સરકારની કાર્યપદ્ધતિ બની ગઈ છે. નિર્મલા સીતારામન દ્વારા ૨૦૨૩-૨૪માં રજૂ કરવામાં આવેલું બજેટ આવી જ રીતે બનાવવામાં આવ્યું છે. આ બજેટમાં આકર્ષક જાહેરાતો, નિવેદનો, આંકડાની માયાજાળ અને સોનેરી સપનાં સિવાય કશું જ નક્કર નથી. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો, મનરેગા, પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસના ભાવમાં વધારો, કૃષિ પેદાશના લઘુતમ સમર્થન મુલ્ય જેવા જ્વલંત મુદ્દાઓ પર નાણાં પ્રધાને કશું જ કહ્યું નથી, એમ મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ બુધવારે કહ્યું હતું. દેશમાં સૌથી વધુ રોજગાર આપનારા કૃષિ ક્ષેત્ર અને કૃષિ ઉત્પાદનના લઘુતમ સમર્થન મુલ્ય પર નાણાં પ્રધાને કશું કહ્યું નથી. આવી જ રીતે નવી ટેક્સ સ્કીમમાં હોમ લોન પર આવકવેરાની રાહતો, સેક્શન ૮૦સી, ૮૦ડી, ૨૪બી હેઠળ કોઈ રાહત આપવામાં આવશે નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.
————–
સુખાકારી બજેટ: એકનાથ શિંદે
મુંબઈ: ગરીબોને આધાર, મધ્યમ વર્ગને રાહત, ઉદ્યોગોને પ્રોત્સાહન અને માળખાકીય વિકાસને આગળ વધારતું કેન્દ્રીય બજેટ છે. રોજગાર નિર્માણ, ખેડૂતો, શ્રમિકો, કામગાર, મહિલા અને યુવાનો એમ સમાજના બધા જ ઘટકોને ન્યાય આપનારું સર્વસમાવેશક બજેટ છે અને રાજ્ય સરકાર વતી હું તેનું સ્વાગત કરું છું, એમ મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું. દેશના અને રાજ્યના સર્વાંગી વિકાસને આ બજેટથી ગતિ મળશે, એમ જણાવતાં તેમણે વડાપ્રધાન મોદી અને નિર્મલા સીતારામનને ધન્યવાદ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશના અમૃતકાળનું પહેલું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. કોવિડના સંકટને કારણે છેલ્લા ત્રણ વર્ષથી અર્થતંત્ર સંકટમાં હતું અને તેમાંથી બહાર નીકળવા માટે નવી વેરા પદ્ધતિનો ફાયદો થશે.
————-
દાયકાનું સર્વશ્રેષ્ઠ બજેટ: જિતેન્દ્ર મહેતા
દાયકાનું સર્વશ્રેષ્ઠ બજેટ આપવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અભિનંદનને પાત્ર છે. વડા પ્રધાન આવાસ યોજના હેઠળ વધારાના ભંડોળની ફાળવણીથી રિયલ એસ્ટેટ માટે આકર્ષણ જોવા મળશે. સૌથી વધુ કરનો દર ૩૯ ટકા જેટલો ઘટાડીને વધારાના રોડ પ્રવાહથી ઉદ્યોગને મદદ થશે. એવી જ રીતે રાજ્યોને આપવામાં આવતી ૫૦ વર્ષની વ્યાજમુક્ત લોનને કારણે રિયલ એસ્ટેટ ઉદ્યોગને ફાયદો થશે. આવી જ રીતે કલમ ૫૪ હેઠળ એક રહેવાસી મિલકત અને બે નિવાસી મિલકતોને વેચીને નફાનું રોકાણ કરવાનો વિકલ્પની મર્યાદા રૂ. ૧૦ કરોડ કરવામાં આવી હોવાથી હાઉસિંગ ઉદ્યોગ માટે ફાયદો થશે, એમ ક્રેડાઈ એમસીએચઆઈ-થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું.
—————-
વિકાસલક્ષી બજેટ: રાજન બાંદેલકર
આ વધુ એક વિકાસલક્ષી બજેટ છે, જેમાં મધ્યમ વર્ગ અને માળખાકીય વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. વિક્રમી મૂડીલક્ષી રૂ. ૧૦ લાખ કરોડનો ખર્ચ વિકાસ, રોજગાર અને વિવિધ ક્ષેત્રની આવશ્યકતાઓ પૂરી કરશે. વડાપ્રધાન આવાસ યોજના હેેઠળ ૬૬ ટકા વધારો કરીને રૂ. ૭૯,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આનાથી પરવડી શકે એવા ઘરોની માગણીમાં વધારો જોવા મળશે. માળખાકીય વિકાસ અને શહેરી વિકાસ પાછળ કરવામાં આવેલી ફાળવણીને કારણે ગૃહનિર્માણ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. વડા પ્રધાનનું બધા માટે ઘરની યોજનાને કારણે રિયલ એસ્ટેટને ઘણો ફાયદો થશે, એમ નારેડકોના પ્રેસિડેન્ટ રાજન બંડેલવારે કહ્યું હતું.
—————
અફોર્ડેબલ હાઉસિંગ કેન્દ્રની પ્રાથમિકતા: ગૌતમ સિંઘાનિયા
પરવડી શકે એવા ઘરો (અફોર્ડેબલ હાઉસિંગ) કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે અને કેટલીક યોજનાઓ મધ્યમવર્ગને ઘર લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે જાહેર કરવામાં આવી છે. આ બજેટમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળની ફાળવણીમાં ૬૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એમ રેમન્ડ ગ્રુપના ગૌતમ સિંઘાનિયાએ કહ્યું હતું.
————-
રિયલ એસ્ટેટના વિકાસ માટેના પગલાં: નિરવ દલાલ
નિર્મલા સીતારામન દ્વારા રિયલ એસ્ટેટના વિકાસને ગતિ આપનારું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આની સાથે જ ગ્રાહકોને પણ રાહત મળશે. આવકવેરાની મર્યાદા સાત લાખ સુધી વધારવામાં આવી તેનાથી રિયલ એસ્ટેટને ફાયદો થશે. લાંબા સમયથી પડતર રિયલ એસ્ટેટની કેપિટલ ગેઈન ટેક્સની મર્યાદા રૂ. ૧૦ કરોડ કરવાની સ્વીકારવામાં આવી છે, જેનાથી ઉદ્યોગને ફાયદો થશે. વડાપ્રધાન આવાસ યોજનામાં રૂ. ૭૯,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેનાથી રિયલ એસ્ટેટનો ઝડપી વિકાસટ્રેનનું ભાડું પરવડનારું હશે: રેલવે પ્રધાન
નવી દિલ્હી: બજેટમાં રેલવેની સાથે મેટ્રો માટે જંગી નાણાકીય જોગવાઈ કરાઈ છે. મેટ્રો માટે ૧૯,૫૧૮ કરોડની ફાળવણી કરી હતી. રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવે કહ્યું હતું કે દેશમાં વંદે ભારત ટ્રેનની સફળતા પછી હવે રેલવે ૨૦૨૪-૨૫ સુધી વંદે મેટ્રો ટ્રેનની શરુઆત કરવામાં આવી રહી છે. આ વંદે મેટ્રો ટ્રેન આધુનિક હશે તેની સાથે ટ્રેનનું ભાડું ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પરવડનારું હશે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું. શહેરમાં પચાસથી ૬૦ કિલોમીટરનું અંતર નક્કી કરવા સુધી વંદે મેટ્રો ક્ધસેપ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પ્રોડ્કશન અને ડિઝાઈનનું કામ પૂરું કરવામાં આવશે અને આગામી વર્ષથી તેને ચાલુ કરવાની યોજના છે. રેલવે પ્રધાને કહ્યું હતું કે વંદે મેટ્રો ૧૨૫થી ૧૩૦ કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવશે, જ્યારે તેની ડિઝાઈન મુંબઈ સબર્બનના આધારે રહેશે.
—————-
જોકે, વંદે મેટ્રોમાં ટોઈલેટની વ્યવસ્થા હશે નહીં, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.
વંદે મેટ્રો ટ્રેન ૧૯૫૦ અને ૧૯૬૦માં ડિઝાઈન કરવામાં આવેલી અનેક ટ્રેનોને રિપ્લેસ કરવામાં આવશે. આ ટ્રેનની ડિઝાઈનની નક્કર પડદો પાડવામાં આવ્યો નથી, પરંતુ આ ટ્રેનોમાં વંદે ભારત જેવી સુવિધા હશે. આ ટ્રેનના વપરાશથી પ્રદૂષણ ઘટશે. વંદે ભારત ટ્રેનના માફક આ ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ આધુનિક હશે, જ્યારે રેડ સિગ્નલ તોડવાની રોકવા માટે કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક ડોર, ફાયર સેન્સર, જીપીએસ, એલઈડી સ્ક્રીન ઉપલબ્ધ રહેશે. એટલું જ નહીં, આ ટ્રેનનું ભાડું સસ્તું હશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ટ્રાવેલ કરી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
૧૦ વર્ષ પહેલા રોજ દર ચાર કિલોમીટરે નવા ટ્રેક બનાવવાનું કામકાજ ચાલુ હતું, જે આજે દર ૧૨ કિલોમીટરમાં નવા રેલવે ટ્રેક બિછાવવાનું કામકાજ ચાલુ છે, જે આગામી વર્ષોમાં રોજ ૧૨ કિલોમીટર સુધી પહોંચશે. હાલના તબક્કે ઈન્ફ્રાસ્ટ્રકચરની જરુરિયાતો પૂરી કરવાથી ડિમાન્ડ અને સપ્લાયની ખેંચ ઘટશે.
એના પછી નો-વેઈટિંગને લઈને કોઈ નિવેદન આપી શકાય એમ ટ્રેનોમાં નો-વેઈટિંગનું પ્રમાણ ક્યારે બંધ થશે એ સવાલના જવાબમાં રેલવે પ્રધાને સ્પષ્ટતા કરી હતી. ઉપરાંત, રેલવે પ્રધાને રેલવેના ખર્ચ આવકની સમીક્ષા કરી હતી. ૨૦૨૩-૨૪માં બજેટમાં પ્રવાસીઓ પાસેથી ૭૦,૦૦૦ કરોડની આવકની અપેક્ષા છે, જે ગયા વર્ષના બજેટ સત્રમાં ૬૪,૦૦૦ કરોડ હતી.
થશે, એમ શાપુરજી પાલનજીના એક્ઝિક્યુટિવ વાઈસ-પ્રેસિડેન્ટ બિઝનેસ ડેવલપમેન્ટસ અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર નિરવ દલાલે કહ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular