Homeદેશ વિદેશબજેટ બૂમરેંગ: ૨૭૦૦ પોઇન્ટની અફડાતફડી બાદ સેન્સેક્સ માંડ ૧૫૮ પોઇન્ટ વધ્યો, નિફ્ટી...

બજેટ બૂમરેંગ: ૨૭૦૦ પોઇન્ટની અફડાતફડી બાદ સેન્સેક્સ માંડ ૧૫૮ પોઇન્ટ વધ્યો, નિફ્ટી નેગેટિવ ઝોનમાં લપસ્યો

બજારને ફેડરલ રિઝર્વના નિર્ણયની ચિંતા: અદાણીએ આ સત્રમાં પણ રોકાણકારોને રડાવ્યાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બજેટની જાહેરાત સાથે ઊંચી સપાટીએ ઊછળ્યા બાદ બજાર જાણે ફસડાઇ પડ્યું હોય એ રીતે તમામ સુધારો ગુમાવીને નેગેટીવ ઝોનમાં સરી પડ્યું હતું. બજારના સાધનો આ માટે વિવિધ કારણો આપી રહ્યાં છે. એક વર્ગ માને છે કે બજેટમાં અંતે નિરાશા જ સાંપડી હોવાથી રોકાણકારોએ વેચવાલી કરી હતી, જ્યારે એક વર્ગ માને છે કે રોકાણકારોએ અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણયની ચિંતા વચ્ચે પ્રોફિટ બુકિંગ કર્યું હતું.
બજારનું સેન્ટિમેન્ટ ખરડાવા માટે આ સત્રમાં પણ અદાણી જૂથ નિમિત્ત બન્યું હતું. ક્રેડિટ સુઈશ દ્વારા અદાણીના બોન્ડ સ્વીકારવામાં નહીં આવે અને મોર્ગન સ્ટેન્લી આ બાબતમાં તપાસ ચલાવશે એવા સમાચારો વચ્ચે અદાણી જૂથના શેરોમાં ફરી વેચવાલી અને કડાકા સંભળાયા હતા અને તેને કારણે બજારનું માનસ ખરડાયું હતું.
સત્ર દરમિયાન ૧૨૨૩.૫૪ પોઇન્ટ અથવા તો બે ટકાના ઉછાળા સાથે બીએસઇનો ૩૦ શેરવાળો સેન્સેક્સ ૧૫૮.૧૮ પોઇન્ટ અથવા તો ૦.૨૭ ટકાના સુધારા સાથે ૫૯,૭૦૮.૦૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ૪૫.૮૫ પોઇન્ટ અથવા તો ૦.૨૬ ટકાના ઘટાડા સાથે ૧૭,૬૧૬.૩૦ પોઇન્ટની સપાટીને અથડાયો હતો.
બજેટની પ્રોત્સાહક જોગવાઇઓની જાહેરાત થતાં વેંત શેરબજારમાં તેજીનો પારો ચડવા લાગ્યો હતો અને કે તબક્કે સેન્સેક્સે ૧૨૦૦ પોઇન્ટથી મોટો ઉછાળો નોંધાવ્યો હતો. જોકે, બજેટ પ્રવચનના બીજા નાણા પ્રધાને અંદાજપત્રમાં મધ્યમવર્ગ, ગ્રામ્ય ઈકોનોમીને આવરી લેતાં અનેક જાહેરાતો કરી હતી. સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈને વેગ આપવા પ્રોત્સાહકો અને ઈન્કમ ટેક્સમાં કરમુક્તિ મર્યાદામાં વધારોની જાહેરાતના પગલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. નાણા પ્રધાને બજેટ ૨૦૨૩માં મધ્યમવર્ગ, ગ્રામ્ય ઈકોનોમીને આવરી લેતાં અનેક જાહેરાતો કરી હતી. સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈને વેગ આપવા પ્રોત્સાહકો અને ઈનકમ ટેક્સમાં કરમુક્તિ મર્યાદામાં વધારોની જાહેરાતના પગલે શેરબજારમાં તેજી જોવા મળી હતી.
પ્રારંભિક પ્રવચન દરમિયાન ક્ધઝ્મ્પશન અને કેપેક્સ પર ભાર આપનારું મજબૂત અંદાજપત્ર જણાતાં બજારનો વિશ્ર્વાસ વધ્યો હતો અને બેન્ચમાર્ક ઝડપી ગતિએ ઊંચે પહોંચ્યા હતા. જોકે, સત્રના પાછલા ભાગમાં ખાસ કરીને પ્રવચનના બી પાર્ટમાં રોકાણકાર વર્ગને બજેટ સાવ નિરસ અથવા ભ્રામક હોવાનો ભાસ થવા સાછે અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજ વૃદ્ધિ અંગે કેવા નિર્ણય લે છે તેની ચિંતા વચ્ચે અફડાતફડીમાં અટવાઇને બજાર ફસડાઇ પડ્યું હતું અને પ્રારંભમાં શેરબજારમાં જોવા મળેલી તેજી ધોવાઈ ગઈ છે.
એક ટોચના શેરદલાલે કહ્યું હતું કે, નાણાપ્રધાન નિર્મલા સિતારામને આ વખતે મોટાપાયે સામાજિક વિકાસને ધ્યાનમાં લેતું બજેટ રજૂ કર્યું છે, પરંતુ તેમાં કોર્પોરેટ, મોટા ઉદ્યોગોને લગતી કોઈ મોટી રાહત આપવામાં આવી ના હોવાની શેરબજારમાં નકારાત્મક અસર જોવા મળી રહી છે.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ વેચવાલી અને પીછેહઠ જોવા મળી હતી. એનએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૯૬ ટકા ઘટીને ૨૪,૪૦૬.૬૩ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. જ્યારે એનએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૦ ટકા ઘટાડાની સાથે ૨૭,૮૯૪.૯૮ પોઇન્ટની સપાટી પર બંધ થયો છે.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑઇલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૩-૫.૬૮ ટકાનો ઘટાડો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ ૦.૩૫ ટકાના ઘટાડાની સાથે ૪૦,૫૧૩ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. જ્યારે એફએમસીજી, આઈટી શેરોમાં વધારો દેખાયો હતો.
અગ્રણી શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈટીસી, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા, સિપ્લા અને એચડીએફસી બેન્ક ૧.૩૭-૨.૧૮ ટકા સુધી વધીને બંધ થયા છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ અને એસબીઆઈ ૪.૭૯-૨૬.૭૦ ટકા સુધી ઘટીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં ઈન્ડિયન હોટલ્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, જિંદાલ સ્ટીલ, બજાજ હોલ્ડિંગ્સ અને પોલિકેબ ૨.૫૭-૮.૧૫ ટકા સુધી વધીને બંધ થયા છે. જોકે મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, ન્યૂ ઈન્ડિયા એસ્યોર, હિંદુસ્તાન એરોન, કેનેરા બેન્ક અને જુબિલન્ટ ફૂડ્ઝ ૬.૩૮-૯.૯૭ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મોલકેપ શેરોમાં ધ હાઈ-ટેક ગેયર, ડેટા પેટર્ન્સ, એજિસ લોજિસ્ટિક્સ, યુનિકેમ લેબ્સ અને એજીઆઈ ગ્રિન પેક ૮.૦૯-૧૨.૪૪ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં હરનબા, અરહિંત કેપિટલ, મોનાર્ચ નેટવર્ક, સવિતા ઑયલ ટેક અને વિમતા લેબ્સ ૯.૫૬-૨૦ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular