આમ તો મોટા ભાગના ઉત્પાદનો જીએસટી અતર્ગત આવતા હોવાથી બજેટ બાદ પણ તેના ભાવમાં ફેરફાર થઈ શકે. તેમ છતાં બજેટમા થયેલી અમુક જાહેરાતોથી ઘમી વ્સતુઓના ભાવ ઘટશે અથવા વધશે.
ત્યારે શું મોંઘુ થશે તેની વાત કરીએ તો સોનામાંથી બનતા ઘરેણા પરની કસ્ટમ ડ્યૂટી વધી આથી સોનાના ઘરેણા મોંઘા થશે. કિચનમાં વપરાતી ઈલેક્ટ્રીક ચીમની પર કસ્ટમ ડ્યૂટી 15 ટકા થતાં તે પણ થશે મોંઘી, આ સાથે સિગારેટ, પ્લાસ્ટિકનો સામાન, હેલિકોપ્ટર, જેટ, ગ્લોસ પેપર, ઈલેક્ટ્રિક આઈટમ્સ મોંઘી થઈ છે.
જ્યારે સરકારે લેબમાં બનતા ડાયમન્ડના સીડ્સ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડતા તે સસ્તુ થશે. એક્સપોર્ટને પ્રમોટ કરવા સરકારે કસ્ટમ ટ્યૂટી ઘટાડી હોવાથી તે ક્ષેત્રને ફાયદો થશે.
આ સાથે મોબાઈલ ફોનસેટ, ઈલેક્ટ્રિક વાહન, કોસ્ટિક સોડા, રો-પેટ્રોલિયમ મટિરિયલ વગેરે સસ્તુ થયું છે. રમકડા પરની ડ્યૂટી ઘટડતા હવે રમકડા પણ સસ્તા થશે.
જોકે બજેટમાં થતી જાહેરાત અને રિટેલ માર્કેટમા મળતી વસ્તુઓના ભાવમાં તાલમેલ હોતો નથી. જાહેર જનતાને સસ્તારતનો અનુભવ ઘણો ઓછો થતો હોય છે.