નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે દેશનું બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકાર 2.0 ના છેલ્લા બજેટમાં નાણામંત્રીએ જનતા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. બજેટની શરૂઆતમાં નાણામંત્રીએ પીએમ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર દેશના પરંપરાગત કલાકારોને લાભ આપવામાં આવશે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે “PM વિશ્વકર્મા કૌશલ સન્માન પેકેજ પરંપરાગત કારીગરો માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે તેમને MSME સાથે સંકલન સાધતી કરતી વખતે તેમના ઉત્પાદનોની ગુણવત્તા, સ્કેલ અને પહોંચને સુધારવા માટે સક્ષમ બનાવશે.”
આ યોજનાનો હેતુ પરંપરાગત કલાકારો અને કારીગરોને લાભ પહોંચાડવાનો છે. સરકાર એમએસએમઈની વેલ્યુ ચેઈન સાથે જોડાઇને આ કારીગરોના ઉત્પાદનોના સારા ભાવ મળશે. સરકાર દરેક તબક્કે તેમની મદદ માટે તૈયાર રહેશે અને આગામી સમયમાં આ કારીગરોને આવકના વધુ સારા સ્ત્રોત પણ પ્રદાન કરશે. આ યોજના હેઠળ તેમના ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો કરવા સાથે, આ કારીગરોને તેમના ઉત્પાદનોના માર્કેટિંગ અને વિતરણમાં મદદ કરવામાં આવશે.
સરકાર આ યોજના હેઠળ કારીગરોને તેમના ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા માટે પણ મદદ કરવા જઈ રહી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, સરકારે આ કારીગરોની તાલીમ માટે એક યોજના પણ બનાવી છે. પરંપરાગત કારીગરોને તેમની કૌશલ્યમાં વધુ વધારો કરવા માટે કેટલાક દિવસની તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શ