નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્રના શ્રીગણેશ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મના ભાષણથી થઈ અને રાષ્ટ્રપતિના ભાષણ બાદ સાંસદો સત્રના કામ માટે લોકભામાં પહોંચી ગયા હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું.
રજૂ કરવામાં આવેલા સર્વેક્ષણમાં 2023-24માં દેશનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી 6.5 ચરા રહેશે એવો અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. દુનિયાભરમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હોવા છતાં ભારતનો જીડીપી આગામી આર્થિક વર્ષ દરમિયાન ભારતનો જીડીપી 6.5 ટકા રહેશે એવું રજૂ લોકસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું.
આર્થિક સર્વેક્ષણમાં 2022-23માં આર્થિક વિકાસ દર 7 ટકા રહેશે એવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 2021-22માં જ્યારે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે 2022-23માં ભારતીય અર્થવ્યવસ્થાનો જીડીપી 8થી 8.5 ટકા જેટલો રહેશે એવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
યુક્રેન અને રશિયાના યુદ્ધ અને વૈશ્વિક મંદીને કારણે આર્થિક વિકાસ દર ગયા વર્ષે વ્યક્ત કરવામાં આવેલા અંદાજ કરતાં ઓછો હોઈ શકે છે એવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે.
Budget- 2023-24: નવા આર્થિક વર્ષમાં આટલો હશે દેશનો જીડીપી
RELATED ARTICLES