લોકપ્રિય એડવર્ટાઈમેન્ટ્સની વાત થાય ત્યારે કપડા ધોવા માટે વપરાતા પાવડર નિરમાની યાદ આવે. આજના સમયમાં પણ આ વોશિંગ પાવડર એડ્ જાણીતી છે અને ઘણી વાર સોશિયલ મીડિયામાં પણ ઉપયોગમાં લેવાતી હોય છે. જોકે હૈદરાબાદમાં તેલંગણાની સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)એ આ એડ્નો ઉપયોગ કર્યો છે અને તે પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના કદાવર નેતા અમિત શાહના સ્વાગત માટે.
Washing Powder Nirma!
This is called Karma @AmitShah ji
Welcome To Hyderabad 😀 pic.twitter.com/kDU03IeOrm
— Akshay (@AkshayBRS) March 12, 2023
“>
હાલમાં દિલ્હીના લીકર કેસમાં બીઆરએસના વિધાન પરિષદના નેતા અને મુખ્ય પ્રધાન ચંદ્રશેખરરાવના પુત્રી કે. કવિતાની પૂછપરછ થઈ રહી છે. ભાજપની ટીકા કરવા કે આ મામલે વિરોધ જતાવવા અમિત શાહની હૈદરાબાદ મુલાકાત દરમિયાન આ પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
આ પોસ્ટરમાં નિરમા ગર્લનો ફોટો છે, પણ તેના ચહેરાની જગ્યાએ ભાજપના અમુક નેતાઓના ચહેરા લગાડવામાં આવ્યા છે. જેમાં હેમંત બિસ્વા સરમા, નારાયણ રાણે, સુવેન્દુ અધિકારી, સુજાના ચૌધરી વગેરેના નામ છે. આ તમામ પર ગેરરીતિના કથિત આરોપો હતા અને તે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.
અગાઉ પણ કોંગ્રેસ સહિતના ઘણા વિરોધપક્ષો દ્વારા ભાજપને વોશિંગ મશીન કહેવામાં આવ્યું છે અને ટીકા કરવામાં આવી છે કે ગમે તેટલા કાળા કામ કરો, તે બાદ ભાજપમાં જોડાઈ જાઓ એટલે નેતાના કાળા કામ ધોવાઈ જાય છે.
શાહ રવિવારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના 54 રાઈઝીંગ ડે પરેડમાં ભાગ લેવા હૈદરાબાદ આવ્યા હતા.