વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા અને વસ્તુઓનું એક આગવું મહત્ત્વ હોય છે. આ વસ્તુઓમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે. એટલું જ નહીં પણ એની સાથે સાથે વસ્તુ મૂકવાની જગ્યા અને ગુણધર્મ પણ એટલા જ મહત્ત્વના હોય છે.
વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં સાવરણી કે ઝાડુને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ઝાડુને કારણે ઘરની અસ્વચ્છતા અને કચરાને દૂર કરવામાં મદદ મળે છે, એની સાથે સાથે આ ઝાડુ ઘરની દરિદ્રતાને દૂર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઝાડુ સંદર્ભે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે અને આ નિયમોનું જો પાલન કરવામાં આવે તો લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં ઝાડુ રાખવાની જગ્યા વિશે પણ વાત કરવામાં આવી છે અને એ વાત પર દબાણ આપવામાં આવ્યો છે કે ઝાડુ મૂકવાની જગ્યા યોગ્ય હોવી જોઈએ, કારણ કે તમારી એક નાનકડી ભૂલ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આ નિયમ અનુસાર ઝાડુ રાખવામાં આવે તો ચોક્કસ જ તેનો ફાયો થાય છે. એટલું જ નહીં ઝાડુ રાખવા સિવાય ઝાડુ મારવાનો પણ એક નિયમ હોય છે અને એનો ઉલ્લેખ પણ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.
ઝાડુ બાબતે આ ભૂલો ભૂલથી પણ ના કરશો
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઝાડુને હંમેશા છુપાવીને કે તે ન દેખાય એ રીતે રાખવું જોઈએ. કોઈ પણ બહારની વ્યક્તિની નજર આ ઝાડુ પર ન પડવી જોઈએ.
- ઝાડુ હંમેશા જમીન પર આડુ રાખો. ઝાડુ ઊભું રાખશો નહીં, કારણ કે એને કારણે અલક્ષ્મીનું આગમન થાય છે અને તેની અસર આર્થિક સ્થિતિ પર પણ જોવા મળે છે.
- વાસ્તુશાસ્ત્રમાં રાતના સમયે ઝાડુ મારવાની મનાઈ કરવામાં આવી છે. આ સમયે ઝાડુ મારવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે, જેની સીધે સીધી અસર આર્થિક સ્થિતિ પર જોવા મળે છે. ઝાડુ મારવા માટે દિવસના ચાર પ્રહર બેસ્ટ છે.
- તૂટેલું કે જૂનું થઈ ગયેલું ઝાડુ ઘરમાં રાખવું નહીં, આને કારણે વાસ્તુદોષ નિર્માણ થાય છે. નવું ઝાડુ આવે એટલે તરત જ જૂના ઝાડુનો ઉકેલ લાવી દો.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઝાડુ ક્યારેય પણ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખવો નહીં. ઝાડુ કાયમ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવાનું શુભ માનવામાં આવે છે.
- ઝાડુને ક્યારેય પણ તિજોરી કે મંદિર પાસે રાખવું નહીં. આ સિવાય રસોડું, ડાઈનિંગ ટેબલ કે બેડરૂમમાં પણ ઝાડુ રાખવું નહીં. આવું કરવાથી આર્થિક અને આરોગ્યવિષયક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
- ક્યારેય ઝાડુથી જનાવર જેવા કે ગાય, શ્વાનને મારવું નહીં આવું કરવું અશુભ માનવામાં આવે છે.
- જો ઘરનો કોઈ એકાદ સભ્ય કામ નિમિત્તે બહાર જતું હોય હોય તો તરત જ ઝાડુ મારવું નહીં, આવું કરવાને કારણે એ વ્યક્તિને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.