વેઇટલિફ્ટિંગમાં લવપ્રીતને કાંસ્યચંદ્રક

સ્પોર્ટસ

બર્મિંગહામ: કૉમનવેલ્થ ગેમ્સમાં બુધવારે ભારતના લવપ્રીતસિંહે વેઇટલિફ્ટિંગમાં ૩૫૫ કિલો વજન ઉપાડીને કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. લવપ્રીતની આ સિદ્ધિ ભારતની ચંદ્રકોની ગતિમાં મહત્ત્વપૂર્ણ રહી હતી. આ સ્પર્ધામાં કૅમેરુનના જુનિયર ન્યાબેયુએ ૩૬૧ કિલોના વેઇટલિફ્ટિંગ દ્વારા સુવર્ણચંદ્રક અને ન્યૂઝીલૅન્ડ પાસેના ટાપુ દેશ સામોઆના જૅક ઓપેલોગે ૩૫૮ કિલોના વેઇટલિફ્ટિંગ દ્વારા રજતચંદ્રક મેળવ્યા હતા. પંજાબના અમૃતસરના દરજીના પુત્ર ચોવીસ વર્ષીય લવપ્રીતસિંહે વ્યક્તિગત રીતે સર્વાધિક ૩૫૫ કિલોનું વેઇટલિફ્ટિંગ કર્યું હતું. તેમણે ક્લીન ઍન્ડ જર્ક કેટેગરીમાં ૧૯૨ કિલોવર્ગમાં રાષ્ટ્રીય વિક્રમ પણ નોંધાવ્યો હતો. પરિવારના આગ્રહ અને પીઠબળથી ૧૩ વર્ષની ઉંમરે ખેલકૂદ ક્ષેત્રે કારકિર્દી શરૂ કરનાર લવપ્રીતસિંહે વર્ષ ૨૦૧૭માં કૉમનવેલ્થ જુનિયર ચૅમ્પિયનશિપ પણ જીતી હતી. (એજન્સી)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.