લંડનઃ અહીંના એરપોર્ટ પરથી યુરેનિયમનું પેકેજ જપ્ત કરવામાં આવ્યું છે તેની સાથે સાથે તેના મુખ્ય સૂત્રધારને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું બ્રિટિશ પોલીસે જણાવ્યું હતું.
બ્રિટનના પાટનગર લંડનના હીથ્રો એરપોર્ટ પરથી પરમાણુ બોમ્બ માટે ઉપયોગ કરવામાં આવનારા યુરેનિયમનું એક પેકેટ જપ્ત રકવામાં આવ્યું છે. લંડન પોલીસે સમગ્ર કેસમાં તાકીદે તપાસ હાથ ધરી છે.
29મી ડિસેમ્બરના રોજ બોર્ડર એજન્ટ પાસે પેકેજ મળી આવ્યું હતું.
આ પેકેજ મૂળ તો પાકિસ્તાનથી લાવવામાં આવ્યું છે, જે ઓમાનથી ફ્લાઈટમાં લાવવામાં આવ્યું હતું અને અહીંના નૂર શેડમાં ખસેડવામાં આવી રહ્યું હતું ત્યારે રેગ્યુલર સ્ક્રિનિંગ દરમિયાન પોલીસને મળી આવ્યું હતું.
જોકે, બ્રિટિશ પોલીસ, સ્પેશિયલ ટેરરિસ્ટ સ્ક્વોડ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળોની ટીમ દ્વારા સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી છે તથા તેમાં સંબંધિત લોકોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે જનતા સામેના જોખમને અટકાવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ શિપમેન્ટને પાકિસ્તાનથી બ્રિટનમાં ઈરાન સાથે સંકળાયેલ એક કંપનીને મોકવલામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી. પરમાણુ બોમ્બ બનાવવાનું તો ષડયંત્ર નહોતું તેની તપાસ ચાલી રહી છે. જોકે, યુરોનિયમનું પ્રમાણ બહુ સામાન્ય છે, પરંતુ તપાસકર્તાઓ એ વાતની તપાસ કરી રહ્યા છે વાસ્તવમાં શું પાકિસ્તાનમાં નબળી કામગીરીનું પરિણામ છે, એમ એક અહેવાલમાં જણાવ્યું હતું.