સીટબેલ્ટ ન પહેરવા બદલ પોલીસે બ્રિટિશ PM ઋષિ સુનકને 100 પાઉન્ડનો દંડ ફટકાર્યો

82

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને તેમની કારમાં સીટબેલ્ટ ન બાંધવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતી વખતે ચાલતી કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ ઋષિ સુનકને લેન્કેશાયર પોલીસે દંડ ફટકાર્યો છે. લેન્કેશાયર પોલીસે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમને દંડ ફટકાર્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે વડપ્રધાન સુનકે ભૂલનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે અને તેમણે માફી પણ માંગી છે. આ સાથે અધિકારીએ કહ્યું કે તેઓ આ દંડ ભરશે. અધિકારીએ કહ્યું કે સીટ બેલ્ટ ન પહેરનાર મુસાફરોને 100 પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે. જો મામલો કોર્ટમાં જશે તો દંડની રકમ 500 પાઉન્ડ સુધી વધી શકે છે.
વિપક્ષી લેબર પાર્ટી દ્વારા ઋષિ સુનકને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે ઋષિને આ દેશમાં સીટ બેલ્ટ, ડેબિટ કાર્ડ, ટ્રેન સેવા અને અર્થવ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરવું તે ખબર નથી.
બ્રિટીશ પીએમ ઋષિ સુનકે સરકારના “લેવલ અપ” ખર્ચના રાઉન્ડને પ્રોત્સાહન આપવા માટે એક વિડિયો બનાવ્યો અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો જેમાં તેમને સીટ બેલ્ટ પહેર્યો નહતો. આ બીજી વખત છે જ્યારે ઋષિ સુનકને સરકારમાં હોવા છતાં દંડ ફટકારવામાં આવ્યો છે. જૂન 2020 માં તત્કાલિન વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે કોવિડ લોકડાઉન નિયમોનો ભંગ કરવા બદલ બોરિસ જોહ્ન્સન અને પત્ની કેરી સાથે ઋષિ સુનકને દંડ ફટકારવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!