Homeટોપ ન્યૂઝ16 કરોડ ભારતીયોનું 'કિલર' બ્રિટન, ભારતને લૂંટીને અમીર બન્યું છેઃ રશિયા

16 કરોડ ભારતીયોનું ‘કિલર’ બ્રિટન, ભારતને લૂંટીને અમીર બન્યું છેઃ રશિયા

રશિયા અને યુક્રેન વચ્ચે માત્ર હથિયારોથી જ નહીં, નિવેદનોથી પણ યુદ્ધ લડાઈ રહ્યું છે. યુક્રેનને સમર્થન આપવા બદલ રશિયાએ બ્રિટન પર નિશાન સાધ્યું છે. બ્રિટન વિરુદ્ધ નિવેદન આપવા માટે રશિયાએ ભારતનો સહારો લીધો છે. રશિયાએ કહ્યું છે કે બ્રિટને તેની સંસ્થાનવાદી નીતિઓથી ભારતને ખરેખર નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે લાખો લોકોના મોત થયા હતા. રશિયાએ કહ્યું કે 1880 થી 1920 વચ્ચે ભારતના શાસન દરમિયાન બ્રિટનના કારણે 100 મિલિયન ભારતીયોએ સહન કરવું પડ્યું હતું.
રશિયન વિદેશ મંત્રાલયે આ નિવેદન આપ્યું છે. રશિયાએ તેના આંકડાઓ માટે આર્થિક માનવશાસ્ત્રીઓ (Economic anthropologist) જેસન હિકલ અને ડાયલન સુલિવાનના સંશોધનને ટાંક્યા છે. બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લગાવવાની સાથે રશિયાએ તત્કાલિન બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ભારત અંગેની નીતિઓની પણ નિંદા કરી હતી. રશિયન વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘1880થી 1920 સુધીમાં ભારતના લગભગ 16 કરોડ લોકોના મોત થયા હતા અને બ્રિટને ભારતની ટ્રિલિયન ડોલરની સંપત્તિ લૂંટી લીધી હતી.’
દર વખતે જ્યારે બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લાગે છે, ત્યારે એક જૂથ એવું પણ છે જે દાવો કરે છે કે વસાહતીકરણની ભારત પર સકારાત્મક અસર પડી હતી. રશિયાના વિદેશ મંત્રાલયે આ કથિત સકારાત્મક અસરની પણ નિંદા કરી છે. હિકલ અને સુલિવાનના અભ્યાસને ટાંકીને રશિયાએ કહ્યું હતું કે, ‘1880ના દાયકામાં ભારતમાં મૃત્યુ દર 1000 વ્યક્તિ દીઠ 37.2 હતો, જે 1910માં વધીને 44.2 થયો હતો. આ સમયગાળા દરમિયાન ભારતીયોનું આયુષ્ય પણ 26.7 વર્ષથી ઘટીને 21.9 વર્ષ થયું હતું.
રશિયાએ તે સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. રશિયાએ કહ્યું કે 1943માં તત્કાલિન પીએમ વિન્સ્ટન ચર્ચિલે ભારતમાંથી બ્રિટનમાં અનાજ મોકલવાનો નિર્ણય લીધો હતો. આ કારણોસર એકલા બંગાળમાં લાખો ભારતીયો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. રશિયાએ વિન્સ્ટન ચર્ચિલની જાતિવાદી ટિપ્પણીની પણ યાદ અપાવી હતી, જે મુજબ ચર્ચિલે કહ્યું હતું કે, ‘હું ભારતીયોને નફરત કરું છું. તેઓ પ્રાણીઓ જેવા છે, તેમનો ધર્મ પણ જડ જેવો છે.
રશિયાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બ્રિટને યુક્રેનને ટેન્ક આપવાની જાહેરાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular