કહેવાય છે કે, ‘મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો ન મળે’ પણ હવે મુંબઇગરા રોટલાની સાથે સાથે ઓટલો પણ શોધી લે છે. લોકલની ભરકચ ભીડમાં પોતાને એડજેસ્ટ કરવાથી માંડીને નાની જગ્યાએ મલ્ટીપલ કામ કરવામાં મુંબઇગરા પ્રખ્યાત છે. ત્યારે આવું જ કંઇક નવી મુંબઇમાં પણ બન્યું છે. અહીં સ્થળનો સદઉપયોગ કરી ફ્લાય ઓવર બ્રિજ નીચે જ પ્લે ગ્રાઉન્ડ ઊભુ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કદાચ મુંબઇના મોટાભાગના ફ્લાય ઓવર બ્રિજ નીચે આપણને આવા પ્લે ગ્રાઉન્ડ જોવા મળે તો તેમાં કોઇ નવાઇની વાત નથી કારણ કે નવી મુંબઇમાં કરવામાં આવેલ આ એક્પરીમેન્ટનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
મુંબઇમાં ઠેર ઠેર ફ્લાય ઓવર બ્રિજ છે. આ ઓવર બ્રિજ નીચેની જગ્યા બિનઉપયોગી બની રહે છે. તો બીજી બાજુ મુંબઇમાં જાહેર મેદાનો અને બગીચાઓનો અભાવ સતત વર્તાય છે. બ્રિજ નીચેની આ જગ્યા ગેરકાયદે દબાણનો ભાગ બની રહી છે. તો ક્યાંક ફેરિયાઓનો અડ્ડો બની ગઇ છે. ત્યારે નવી મુંબઇમાં બ્રિજ નીચે ઉભું કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ એ જગ્યાના સદઉપયોગનું મોટું ઉદાહરણ બની ગયું છે.
This is brilliant idea 💡
I think all cities should implement this 👌🏼Does your city have something similar? pic.twitter.com/qe5px87ecP
— Dhananjay_Tech (@Dhananjay_Tech) March 27, 2023
શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા ઠેર-ઠેર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. શરુઆતમાં આ આઇડિયાની ખૂબ તારીફ થઇ હતી. જોરે બ્રિજ નીચે થતા ગેરકાયદે દબાણોને કારણે આ જગ્યાઓ લોકો માટે અને સરકાર માટે માથાનો દુ:ખાવો બની ગઇ છે. વધતી જતી વસ્તીને કારણે મુંબઇમાં જગ્યાની અછત વર્તાઇ રહી છે. જોકે આ બધામાં નવી મુંબઇમાંથી વાઇરયલ થઇ રહેલા વિડીયોને કારણે લોકોને પ્લે ગ્રાઉન્ડ માટે નવો આઇડિયા મળી ગયો છે આ વિડીયોમાં કેટલાંક બાળકો ફ્લાય ઓવર બ્રિજ નીચે ક્રિકેટ રમી રહ્યા છે. વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે વાહનો બ્રિજ પરથી જતા હોવાથી બાળકો અહીં સુરક્ષિત રીતે રમી શકે છે. અહીં બાસ્કેટ બોલ કોર્ટ અને બેડમિન્ટર રમવાની પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઇ આ એરિયાને તારની ફેન્સીંગ કરવામાં આવી છે. આ આખી સુવિધા બધા માટે ખૂલ્લી છે અને લોકો કોઇ પણ પ્રકાની ફિ ચૂકવ્યા વિના તેનો ફ્રિ ઓફ કોસ્ટ ઉપયોગ કરી શકે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને ઘણાં સેલિબ્રિટીઝ સાથે સામાન્ય લોકો આ આઇડીયાની પ્રશંસા કરી રહ્યા છે.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આ વિડીયો શેર કરી લખ્યું છે કે, ‘ટ્રાન્સફોર્મેશનલ… ચાલો આ આઇડિયોનો બધા જ શહેરોમાં ઉપયોગ કરીએ’. બોલિવુડ ફિલ્મમેકર વિવેક રંજન અગ્નીહોત્રીએ પણ આ વિડીયો ટ્વીટ કરી લખ્યું કે, ‘બ્રિલિયન્ટ આઇડિયા’