બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સહિત ઘણા કુસ્તીબાજોનું ધરણા પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન બજરંગ પુનિયાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને લઈને મોટો દાવો કર્યો છે. બજરંગ પુનિયાનું કહેવું છે કે બ્રિજભૂષણ સિંહ વિદેશ ભાગી શકે છે.
ધરણાના બીજા દિવસે ગુરુવારે બજરંગ પુનિયાએ કહ્યું કે, જો અમે દેશ માટે લડી શકીએ છીએ, તો પોતાના માટે પણ લડી શકીએ છીએ. અમારી લડાઈ બિન રાજકીય છે. તમામ ખેલાડીઓ અમારી સાથે છે. અમે ઝૂકીશું નહીં. અમને કોઈ રાજકારણીઓની જરૂર નથી. અમે અમારા માટે જાતે લડી શકીએ છીએ.
ભારતીય કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહે તેમના પર લાગેલા આરોપો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે કહ્યું કે જો મારા પર લાગેલા આરોપો સાચા સાબિત થશે તો ફાંસી પર લટકી જઈશ. બ્રિજભૂષણ સિંહનું કહેવું છે કે મારી વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે. 97 ટકા ખેલાડીઓ ફેડરેશન સાથે ઉભા છે.
રેસલર વિનેશે ફોગાટે આરોપ લગાવ્યો છે કે મહિલા રેસલર્સને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવે છે. બ્રિજભૂષણ સિંહ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે લખનૌમાં નેશનલ કેમ્પમાં મહિલા રેસલર્સનું યૌન શોષણ થયું હતું. વિનેશની સાથે, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા રેસલર દિલ્હીના જંતર-મંતર પર હાજર છે.
‘રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિદેશ ભાગી શકે છે’ બજરંગ પુનિયાએ કર્યો મોટો દાવો
RELATED ARTICLES