સેન્ડહર્સ્ટ રોડ ખાતેનો બ્રિજ બંધ: પ્રવાસીઓને હાલાકી

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં સેન્ડહર્સ્ટ રોડ ખાતેનો જર્જરિત બ્રિજનું મરમ્મત કામકાજ હાથ ધરવામાં આવતા બ્રિજ પરથી પ્રવાસીઓની અવરજવર બંધ કરવામાં આવતા પ્રવાસીઓ માટે અરજવર કરવામાં હાલાકી પડી રહી છે. હાર્બર લાઈનના સેન્ડહર્સ્ટ રોડ ખાતેના બ્રિજ જૂનો થઈ ગયો હોવાથી ગયા બુધવારથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ બંધ હોવાને કારણે પ્રવાસીઓને છેક કુર્લા સાઈડમાં ત્રણ-ચાર નંબરના પ્લૅટફૉર્મ સુધી લાંબુ થવું પડે છે, તેથી સિનિયર સિટિઝન હોય કે પછી બીમાર દર્દીઓને અવરજવર કરવામાં હાલાકી પડે છે, તેથી પ્રશાસન આ બ્રિજનું કામકાજ પણ ઝડપથી પાર પાડવું જોઈએ, એમ સેન્ડહર્સ્ટ રોડ ખાતેના એક વેપારીએ જણાવ્યું હતું.
આ બ્રિજ જર્જરિત થઈ ગયો હોવાથી રિપેરિંગનું કામકાજ ૧૪મી સપ્ટેમ્બરથી હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે વૈકલ્પિક ધોરણે કુર્લાની દિશાના ફૂટઓવર બ્રિજ (એફઓબી) પરથી અવરજવર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોઈ હોનારત કે અકસ્મતાનું નિર્માણ થાય નહીં તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આરપીએફ, હોમ ગાર્ડ, મહારાષ્ટ્ર સિક્યોરિટી પોલીસ ફોર્સના જવાનોને પણ તહેના કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.