મધ્ય પ્રદેશના જબલપુરમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે, જ્યાં દુલ્હનને મેકઅપ પસંદ ન આવતાં તે મેકઅપ આર્ટિસ્ટની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી.
સૂત્રો દ્વારા મળી રાહિતી અનુસાર બ્યૂટિ પાર્લર ચલાવનારી મેકઅપ આર્ટિસ્ટ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્રીજી ડિસેમ્બરના રોજ યુવતીના લગ્ન હતાં અને તેણે મેકઅપ માટે મોનિકા સ્ટુડિયોની સંચાલક મોનિકા પાઠક સાથે સંપર્ક સાધ્યો હતો. મોનિકાએ 3,500 રૂપિયામાં મેકઅપ કરી આપશે એવી ડીલ થઈ હતી. ત્રીજી ડિસેમ્બરના રોજ જ્યારે સ્ટુડિયો પહોંચી ત્યારે ત્યારે મોનિકા હાજર નહોંતી. મોનિકાના પાર્લરમાં કામ કરી રહેલી તેની આસિસ્ટંટે દુલ્હનને મેકઅપ કર્યો હતો, જે તેને પસંદ આવ્યો નહોતો. દુલ્હને આ અંગે મોનિકાને જાણ કરી તો મોનિકાએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. મામલો વધુ ગરમ થતાં દુલ્હને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ટૂંક સમયમાં મોનિકાની પુછપરછ કરવામાં આવશે.v