મળી ગયા નવા દયાબેન, આ એક્ટ્રેસ જેઠાલાલ સાથે જમાવશે કેમિસ્ટ્રી

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

Taarak Mehta Ka Ooltah Chashmahના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ શોને નવા દયાભાભી મળી ગયા છે. નોંધનીય છે કે આ પહેલા દયાનું પાત્ર દિશા વાકાણી ભજવી રહી છે. છેલ્લાં ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી કે તેની એન્ટ્રી થવાની છે. જોકે, હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે દિશા વાકાણી શોમાં પાછી નહીં ફરે. એટલે આ શોમાં દયાભાભીના પાત્ર માટે ટીવી એક્ટ્રેસ કાજલ પિસલની પસંદગી કરવામાં આવી છે.આ પહેલા પણ દયાના પાત્ર માટે કાજલનું નામ ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ નિર્માતાઓએ તેને ફાઈનલ કરી નહોતી. હવે ચર્ચા થઈ રહી છે કે કાજલ પિસલ ‘તારક મહેતા’ શોમાં દયાભાભીનું પાત્ર ભજવતી જોવા મળશે. મહત્ત્વની વાત એ છે કે કાજલ તરફથી આ સમાચાર અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પ્રોડક્શન હાઉસે પણ કાજલ અંગે કોઈ જાણકારી આપી નથી. તેથી તારક મહેતા ફેન્સને સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.